Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં શિયાળાની ઠંડીમાં બાઈક ચોરોનો આતંક.

Share

નર્મદા જિલ્લામાં હાલ પડી રહેલી આકરી ઠંડીના કારણે લોકો પોતાના ઘરોમાં ભરાઈ રહેવું પસંદ કરતાં હોય કામ વગર બહાર નીકળતા ન હોવાથી બાઈક ચોરીના બનાવો શરૂ થયા હોય તેમ સાગબારા ચાર રસ્તા પરથી એક એક્ટિવાની ધોળે દહાડે ઉઠાંતરી કરી ફરાર થવામાં સફળ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા ચાર રસ્તા લક્ષ્મી વિલાસ નામની દુકાન પાસે રોડ ઉપર પાર્ક કરેલી પીળા કલરની એક્ટીવા 5G ગાડી નંબર GJ-22-K-7754 ની કોઇ વ્યક્તિ એક્ટિવા મલિક રમેશભાઈ ઉતરાભાઈ વસાવા, રહે.સાગબારા, શીવાજી નગર. તેમની નજર ચુકવી ચોરી કરી લઈ જઇ જતા રમેશભાઈએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતાં જ સાગબારા PSI જી.કે.વસાવાની સૂચના હેઠળ પોલીસે ગણતરીના કલાકોમા જ અજય સુરતાભાઇ વળવી રહે.બેજ આમોદા, જિલ્લો, તાપીને ચોરી કરેલી એક્ટિવા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાએ બાકી મિલકત વેરો ભરી વ્યાજ અને દંડ માફીની યોજનાનો લાભ લેવા સૂચન કર્યું.

ProudOfGujarat

અમદાવાદમાં સરેરાશ 125 કિલો સોનું, 200 કિલો ચાંદીનું વેચાણ

ProudOfGujarat

વાગરા વિધાનસભા ક્ષેત્રમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ આયુષ્યમાન કાર્ડનો બીજો તબક્કો શરૂ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!