Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં લીંક રોડ ઉપર શંભુ ડેરી નજીક નગર પાલિકાનાં ટેન્કર ચાલકે સાયકલ પર જતાં બે કિશોરને અડફેટે લેતા એક કિશોરનું મોત થયું હતું અને બીજા કિશોરને ઇજા પહોંચી હતી.

Share

આજરોજ ભરૂચ શહેરનાં લીંક રોડ ઉપર પાલિકાનાં શૌચાલયનાં પાણી નિકાલ માટે વપરાતા ટેન્કર ચાલકે સાયકલ સવાર કિશોરોને અડફેટે લીધા હતા.

સાયકલ લઈને લીંક રોડ શંભુ ડેરી પાસેથી જતાં જયરાજ ચૌહાણ અને જીયાન જાદવ નાઓ સાયકલ પર જતાં હતા તે સમયે પુર ઝડપે આવતા પાલિકાનાં ટેન્કર ચાલકે કિશોરની સાયકલ અડફેટે લેતા કિશોરો જયરાજ ચૌહાણ અને જીયાન જાદવને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નારાયણ નગર-2 માં રહેતો જયરાજ ચૌહાણ નામનાં કિશોરને તબીબે મૃત જાહેર કર્યો હતો. જયારે જીયાન જાદવને ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર કરવામાં આવી રહી છે. ટેન્કરનો ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો જયારે કિશોરનાં પરિવારજનો દોડી આવ્યા હતા. શહેર એ ડિવીઝન પોલીસ પણ દોડી આવી પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ભોલાવ વિસ્તાર ની સોસાયટીમાં મકાન નજીક પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી થતા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાઇ….

ProudOfGujarat

અમરેલી : વિજળી મુદ્દે ખેડૂતો અને કોંગી કાર્યકરોના ધરણા, પોલીસે કરી અટકાયત.

ProudOfGujarat

નેત્રંગ પોલીસે રૂ ૯૬૦૦૦ ની કિંમત નો વિદેશી દારૂ ઝડપ્યો ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!