Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટોક્યો ઓલિમ્પિક: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને રચ્યો ઈતિહાસ: 41 વર્ષ બાદ જીત્યો મેડલ

Share

ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે.

આ પહેલા ભારતે 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સિમરનજીત સિંહે બે ગોલ કર્યા, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કર્યો અને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.

Advertisement

વર્તમાન વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા ક્રમે આવેલા ભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી અને જર્મનીએ મેચના પ્રથમ મિનિટમાં ગોલ કરીને 0-1ની લીડ મેળવી હતી. જર્મની માટે તૈમુર ઓરુઝે આ ગોલ કર્યો હતો. ભારતને પાંચમી મિનિટે પાછા આવવાની તક મળી પરંતુ રૂપિન્દર પાલ સિંહ પેનલ્ટી કોર્નર કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો. પ્રથમ ક્વાર્ટરના અંત બાદ જર્મનીએ ભારત ઉપર 0-1ની લીડ જાળવી રાખી હતી. જોકે, ભારતના ગોલકીપર શ્રીજેશે આ ક્વાર્ટરમાં કેટલાક શાનદાર બચાવ કર્યા હતા.

બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતે શાનદાર વાપસી કરી અને 17 મી મિનિટે સિમરનજીત સિંહના શાનદાર ફિલ્ડ ગોલથી મેચ 1-1ની બરાબરી પર લાવી દીધી. આ પછી, જર્મનીએ ભારતીય સંરક્ષણ પર દબાણ લાવવાનું શરૂ કર્યું અને બે મિનિટના ગાળામાં બે ગોલ કરીને ભારત પર 1-3ની લીડ મેળવી લીધી. નિકલાસ વેલેને પહેલા જર્મની માટે શાનદાર ફિલ્ડ ગોલ કર્યો અને પછી બેનેડિક્ટ ફાર્કે આ ગોલ કર્યા.

હાર્દિક સિંહે આ મેચમાં 26 મી મિનિટે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને સ્કોર 2-3 કરી દીધો. હરમનપ્રીત સિંહની ડ્રેગ-ફ્લિકને જર્મન ગોલકીપરે રોકી હતી પરંતુ હાર્દિક સિંહે ફરીથી રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો. આ પછી, ભારતે ફરી એકવાર શાનદાર વાપસી કરી અને જર્મનીના સંરક્ષણ પર સતત દબાણ રાખ્યું. 28મી મિનિટે તેને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો, આ વખતે હરમનપ્રીત સિંહની ડ્રેગ ફ્લિકે ભારતને 3-3થી આગળ કરી દીધું.

ત્રીજા ક્વાર્ટરમાં, ભારતે મેચ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું અને જર્મની પર લીડ મેળવી લીધી. ભારતે આ ક્વાર્ટરમાં બે ગોલ કર્યા હતા. રૂપિન્દર પાલ સિંહે 31 મી મિનિટમાં ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. રૂપિન્દર પાલ સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર આ ગોલ કરીને ટીમને 4-3થી આગળ કરી દીધી હતી. ત્રણ મિનિટ બાદ 34 મી મિનિટે સિમરનજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતને આ મેચમાં 5-3ની લીડ અપાવી હતી.


Share

Related posts

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાખા ખાતેની વાલક ખાડીમાં કાર ખાબકતાં કાર ચાલક સહિત અન્ય એકનો આબાદ બચાવ.

ProudOfGujarat

અમેરિકામાં ગોલ્ડન ગેટ બ્રિજ પરથી ભારતીય છોકરાએ લગાવી મોતની છલાંગ

ProudOfGujarat

અખાત્રીજ નિમિત્તે અંકલેશ્વરના શહેરીજનોએ નવીન ચીજવસ્તુઓ તેમજ સોનાની ખરીદી કરી શુકન કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!