Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના કંથારીયા ખાતે ગ્રામ સભામાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

Share

ભરૂચ તાલુકાના કંથારીયા ખાતે ગ્રામ સભામાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
ભરૂચ તાલુકાના કંથારીયા ગામે ગ્રામજનોના પ્રશ્નો નો સમય મર્યાદામાં ઉકેલ ન આવતા અરજીકર્તાઓ રોષે ભરાયા હતા. તીવ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો.વિવિધ મુદ્દાઓને લઇ મળેલ ગ્રામ સભા અચાનક તોફાની બની ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ગામ તળાવમાં ગંદા પાણી છોડવાના સામે થયેલ અરજી મુદ્દે બે પક્ષ સામસામે બાખડી પડ્યા હતા. બાદ માં ટોળેબંધ ગ્રામજનોએ ભારે હોહા મચાવી દીધી હતી જેમાં મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. માજી સરપંચ અને અરજીકર્તા બાખડયા બાદ સમગ્ર મામલા અંગે ભરૂચ તાલુકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં શાળા સંચાલક ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ: પટેલની જીત નિશ્ચિત નો દાવો કરતાં શિક્ષકો

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર ખાતે બે માળનું આવેલું શની દેવ અને તેમની બે પત્ની નાની મોટી પનોતીનું મંદિર શની જયંતી નિમિત્તે ઇતિહાસમાં પ્રથમવાર બંધ રહયું.

ProudOfGujarat

ગુજરાત પોલીસ જાસૂસી કાંડ બે કોન્સ્ટેબલોને ભારે પડ્યો, બુટલેગરો માટેની નોકરી આખરે જેલના સળિયા સુધી લઈ પહોંચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!