Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાની પ્રજાને રાહત ફંડનાં નામે આવતાં ફેક કોલ થી સતર્ક રહેવા જિલ્લા પોલીસ ની અપીલ.

Share

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે જિલ્લાની પ્રજાને રાહત ફંડનાં નામે આવતાં ફેક કોલથી સતર્ક રહેવા અપીલ કરી છે. પોલીસે કહયુ છે કે હાલમાં કોરોનાં વાઇરસની જે પરિસ્થિતિ ઉભી થઇ છે. જેને પગલે કેટલાક ઠગો કોરોનાં વાઇરસ પીડિતો માટે રાહત ફંડનાં નામે સરકારી અધિકારી કે અન્ય સંસ્થાઓનાં નામથી ઓનલાઇન ડોનેશન માટે ફોન કરી રહયા છે. આ લોકો આપની અંગત માહીતી તથા બેંક, યુ.પી.આઇ, વોલેટ, પે.ટી.એમ વગેરે માહીતી પૂછે છે અને આ વિગતો મેળવી, આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. પોલીસે ચેતવણી આપી છે કે સરકાર કે સરકારી અધિકારી તરફથી આવી કોઈ માહીતી માંગવામાં આવતી નથી. જેથી આવા કોઈ કોલ આવે તો એને ધ્યાન ઉપર ન લેવા પોલીસે જણાવ્યું છે.

નઝીર પાંડોર – માંગરોળ

Advertisement

Share

Related posts

શિયાળાની ઋતુનાં પ્રારંભ થતાં જ લીલા પોંકની સીઝન શરૂ થઈ જાય છે હાઈવેની આજુબાજુ પોંકની હાટડીઓ ધમધમી ઉઠે છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા હિત-રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવાયું . ગોલ્ડન બ્રિજને સમાંતર નવા ચાર-માર્ગીય નર્મદા મૈયા બ્રિજનું બાંધકામ પોલીટેક્નિક કોલેજ સુધી લંબાવવા કરાયેલ માંગ ….

ProudOfGujarat

પારડી નગરપાલિકાની અનોખી પહેલઃ મોબાઇલ ટોયલેટનો ઉપયોગ કરો અને પાંચ રૂપિયા મેળવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!