Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા અને વડપાડા વન વિભાગ રેન્જ કચેરી દ્વારા 100 કોટવાડીયા – કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા અને વડપાડા વન વિભાગ રેન્જ કચેરીના અધિકારી અને વન કર્મી સ્ટાફ તરફથી આઠ ગામનાં સો (100)જેટલાં કોટવાલિયા -કાથુરિયા ગરીબ પરિવારોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક પુનિત નૈયર અને મદદનિશ વન પી. જે. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ ઉમરપાડા વન વિભાગ રેન્જ કચેરીનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઈ જી. પટેલ તેમજ વન કર્મી સ્ટાફ તરફથી પીનપુર -દરડા, લિમ્બરવાણ, અને ઉમરગોટ ગામના 50 કોટવાણીયા ગરીબ પરિવારોને અનાજ કિટનું વિતરણ કરાયું હતું. એ જ પ્રમાણે વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર ભાલેસીંગ વસાવા તેમજ વન કર્મી સ્ટાફ તરફથી વડપાડા, હલધારી, દિવતન, ધાણાવડનાં 50 જેટલાં ગરીબ પરિવારોને કીટ આપવામાં આવી હતી. આ કીટમાં ચોખા, ચણા દાળ, તેલ, હળદર, મરચું, ચા, ખાંડ તેમજ બિસ્કિટનાં પેકેટનું વિતરણ કયુૅ હતું.

Advertisement

Share

Related posts

હજીરાથી દહેજ જતું સ્ટાઈરીન કેમિકલ રસ્તામાં જ સગેવગે કરવાનો કારસો નિષ્ફળ, LCBનો દરોડો; ₹1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ભીલીસ્થાન લાયન સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ વસાવાની આગેવાનીમાં ઝઘડિયા મામલતદારને પાઠવાયેલ આવેદનપત્ર.ઝઘડિયા વિસ્તારના ધારાસભ્ય સામે કરાયેલા આક્ષેપો…

ProudOfGujarat

વડોદરા : મોંઘવારીના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!