કોરોના સેમ્પલ લેવા માટે સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. માંગરોળ તાલુકાનાં તમામ લેબ ટેકનીશીયનોની તાલીમ શિબિર યોજાઈ.માંગરોળ તાલુકાનાં તમામ લેબ ટેકનીશીયનોને કોવિડ-19 ના સેમ્પલ કેવી રીતે લેવા, કેવી રીતે એને પેક કરીને સિવિલ હોસ્પિટલ સુધી મોકલવા, સેમ્પલ સાથેનું ફોર્મ કેવી રીતે ભરવુ, તે અંગેની માહિતી આપવામાં આવી હતી.સેમ્પલ લેતા પહેલા પી.પી.ઈ કીટ કેવી રીતે પહેરવી અને કેવી રીતે ઉતારવી તે અંગે ડેમો કરીને બતાવવામાં આવી હતી. સૌ પ્રથમ દર્દીનાં નાકમાં સળી નાખીને સેમ્પલ લેવામાં આવે છે એટલે “નેસોફરિંજીયલ “કહેવામાં આવે છે.
Advertisement