Proud of Gujarat
FeaturedGujaratINDIA

વણાકપોરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા જાહેરનામા ભંગ બદલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.

Share

ઝઘડીયાના વણાકપોર ગામના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એકશનમાં આવી ગયું છે. દરમિયાન અંકલેશ્વર થી નાયબ પોલીસ વડા ભોજાણી અને રાજપારડી પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓએ વણાકપોર ગામની મુલાકાત લીધી હતી. વડોદરા તરફથી નદી રસ્તે ભરુચ જિલ્લામાં પ્રવેશ કરીને જાહેરનામાનો ભંગ કરવા બદલ નાવડી ના માલિક સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ગુનો નોંધાયોછે. ઉપરાંત વણાકપોર ગામે બહારથી આવવા જવાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અને ગ્રામજનોને ગામમાંથી બહાર નહિં જવાની તાકીદ કરવામાં આવીછે. ભરુચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે પણ પોઝિટિવ દર્દી જણાતા રાજપારડી પી.એસ.આઇ જાદવ તેમજ ભાલોદ અને રાજપારડીન‍ા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મહિલા દિન નિમિત્તે 11 મહિલાઓ અને શિક્ષિકાઓનું કરાયું સન્માન.

ProudOfGujarat

અંકલેશ્વરમાં પડી રહેલ વરસાદ વચ્ચે લાભ ઉઠાવતા ઉદ્યોગો નજરે પડયા.!!

ProudOfGujarat

ભરૂચ : દક્ષિણ ઝોનમાં ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!