Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં બાળ સંભાળ ગૃહોનાં બાળકોનું કૌટુંબિક પુન : સ્થાપન કરાયું.

Share

હાલમાં કોરોના ગ્રસ્ત માહોલ વચ્ચે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સમાજ સુરક્ષા હસ્તકના સરકારી અને સ્વૈચ્છિક બાળ સંભાળ ગૃહોના કાળજી અને રક્ષણની જરૂરવાળા ૩૫ તેમજ દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાના કુલ ૮૯ બાળકોને તેમના કુટુંબમાં પુન: સ્થાપિત કરાયા છે.પ્રતિ બાળક દીઠ રૂ.૧૫૦૦ લેખે કુલ રૂ.એક લાખ છયાશી હજારની રકમ બાળક અથવા તેમના વાલીઓના ખાતામાં ચુકવવામાં આવેલ છે.એક અન્ય માહિતી મુજબ જિલ્લામાં લોક ડાઉન દરમિયાન જિલ્લાના દિવ્યાંગ લોકોને જિલ્લ‍ા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા (કોઠી) ભરૂચ અને આતાપી સેવા ફાઉન્ડેશન જંબુસરના સંયુક્ત ઉપક્રમે કુલ ૨૮૬ દિવ્યાંગ વ્યક્તિઓને રાશન કીટ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવેલ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ભરૂચ : શ્રવણ ચોકડી નજીક બેફામ દોડતી સીટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો, શાકભાજીની લારીમાં બસ ઘુસી જતા દોડધામ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી : સૌભાગ્યવતી મહિલાઓએ પતિના લાંબા આયુષ્યની કામના કરી…

ProudOfGujarat

શક્તિનાથ મહાદેવ મંદિરે ભરૂચના ભૂદેવો દ્વારા શ્રાવણી પ્રયોગ સંપન્ન :  શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી ૪૧થી વધુ ભૂદેવોએ ધારણ કર્યું નૂતન યજ્ઞોપવિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!