Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના વેજલપુરમાં ધો. 5થી 12ના વિદ્યાર્થીઓની જનરલ નોલેજ પરીક્ષા યોજાઈ : નયનાચોક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ગણેશ ઉત્સવ સમિતિનો અભિનવ પ્રયાસ; 75 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા

Share

 

 

Advertisement

ભરૂચ : વેજલપુર વિસ્તારમાં કાર્યરત નયનાચોક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ રચાયેલી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ધોરણ 5થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ્ઞાન ન મેળવે, પરંતુ વિવિધ વિષયો અંગે સામાન્ય જાણકારી ધરાવે તેમજ ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં વિવિધ વિષયોના પ્રશ્નોના જવાબ આપી શકે તેવા હેતુથી આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. સાથે જ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગત રોજ ગણેશ સ્થાપના મંડપ ખાતે ગણેશજીની હાજરીમાં યોજાયેલી જનરલ નોલેજની પરીક્ષામાં ધોરણ 5થી 12માં અભ્યાસ કરતા આશરે 75 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વેજલપુર વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા.

વિદ્યાર્થીઓના ઉત્સાહને નિહાળી ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ **હસમુખભાઈ મિસ્ત્રી (ઉર્ફે ભૂરીયો)**એ જણાવ્યું હતું કે, વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમિતિના હેતુને સફળ બનાવ્યો છે. તેમણે સામાજિક સદભાવનાના કારણે આ પ્રકારના આયોજનને સફળતા મળી હોવાનું જણાવી તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગણેશ ઉત્સવ દરમિયાન સમાજના બાળકોમાં શિક્ષણ ઉપરાંત સામાન્ય જ્ઞાન અને વિવિધ વિષયો અંગે જાગૃતિ વધે તે માટે આવા વધુ કાર્યક્રમો યોજવાની દિશામાં સમિતિ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પરીક્ષાનું પરિણામ તા. 24/09/2026ના રોજ જાહેર કરવામાં આવશે, તેમ આયોજકો દ્વારા જણાવાયું છે.


Share

Related posts

ભરૂચમાં સ્વચ્છતા જાગૃતિ માટે ‘પ્લોગ રન’ યોજાઈ : માતરીયા તળાવથી શક્તિનાથ સુધી 90 જેટલા લોકો દોડ્યા-ચાલ્યા, રસ્તામાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કર્યો

ProudOfGujarat

નેત્રંગ પંથકમા મેધરાજાએ છેલ્લા બે દિવસે વાજતે ગાજતે આવી મહાદેવને જળાભિષેક કરતા સર્વત્ર આનંદની લાગણી છવાઈ

ProudOfGujarat

રાજપીપળા-વડોદરાને જોડતો રંગ સેતુ પુલ છેક જાન્યુઆરીના અંતમાં ચાલુ થવાના એંધાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!