Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલનાં કલેકટરનું N.S. S. નાં સ્વયંસેવકોને પ્રેરક માર્ગદર્શન.

Share

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે આવા કપરા સંજોગોમાં સમગ્ર દેશ લોકડાઉનની પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે અને તેમાં આપણે પણ બાકાત નથી તેવા સંજોગોમાં કોરોના સામે કેવી રીતે લડી શકાય અને તેનાથી બચવા માટે પંચમહાલ જિલ્લાના કલેકટર શ્રી અમિત અરોરાએ N.S.S.ના સ્વયંસેવકોને વિવિધ ઉદાહરણ દ્વારા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડયુ હતું આ પ્રસંગે ભોલંદા સાહેબ, આ કાર્યક્રમના નોડલ ઓફિસર પ્રોફેસર અરુણસિંહ સોલંકી તથા કોમર્સ કોલેજ ગોધરાના એન.એસ.એસના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના એન.એસ.એસ. વિભાગ તથા પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર ગોધરા દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે કાર્યરત કરાયેલા ટેલી કાઉન્સલિંગ કેન્દ્રના સ્વયંસેવકો સાથે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી ખાતે આયોજિત કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી એ જણાવ્યુ હતુ કે આપણે જિલ્લાના લગભગ 150000 લોકો સાથે મળીને કોરોનાને હરાવવાનો છે. આ માટે કલેકટરએ વિવિધ ઉદાહરણ આપી વડીલો ઘરની બહાર ના નીકળે અને ગોધરાની જનતા સરકારની સૂચનાઓનું પાલન કરે તે માટે સ્વયંસેવકોને શીખ આપી હતી. કોરોનાની ચેન તોડવા માટે બધા ઘરમાં જ રહે અને લોકડાઉનનું સંપુર્ણ પાલન કરે તે તમામના હિતમાં છે તેવું જણાવી ગોધરાની સેવા માટે લાગી જવા આહવાન કર્યું હતુ. આ પ્રસંગે ભોલંદા સાહેબ, આ કાર્યક્રમના નોડલ ઑફિસર પ્રોફેસર અરુણસિંહ સોલંકી તથા કોમર્સ કોલેજ ગોધરાના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ:મહંમદ પુરા વિસ્તાર માં ગેસ લાઈન માં લિકેજ થી અફરાતફરી સર્જાઈ…

ProudOfGujarat

ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડર સિધારતો રેઝા સૂર્યોદીપુરોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!