Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નગરપાલિકાનાં સફાઈ કામદારોને છેલ્લા 8 માસથી પગાર નહીં મળતાં લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

લીંબડી નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાકટ પદ્ધતિ ચાલી રહી છે.ત્યારે આ કોન્ટ્રાકટમાં કામ કરતા સફાઈ કર્મચારીઓને છેલ્લા 8 માસથી પગાર કરવામાં આવેલ નથી આવા આક્ષેપ સાથે લીંબડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ લીંબડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે આ કોરોના વોરિયર્સને સમયસર પગાર નહીં મળતા તેમનો સહારો બની જીલ્લા પંચાયત પૂર્વ બાંધકામ સમિતિનાં ચેરમેન ભગીરથસિંહ રાણા સહિતનાં અન્ય કાર્યકરોએ આવેદનપત્ર આપવામાં હાજરી આપી હતી તેટલું જ નહીં આવનાર સમયમાં જો તેમની પગારની માંગણી પુરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

મુંબઈ : ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન તરીકે જગદીશ કપૂરની નિમણૂક કરાઇ.

ProudOfGujarat

વડોદરા : દંતેશ્વર ગામે તળાવમાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો, હત્યા છે કે આત્મહત્યા ઘેરાયું રહસ્ય

ProudOfGujarat

અમદાવાદ : પોલીસકર્મી બની જાહેર રોડ પર લોકો પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!