Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં આજે વધુ બે કોરોના દર્દીઓને કારણે જીલ્લામાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 61 ઉપર પહોંચી ગઇ છે.

Share

ભરૂચ જિલ્લામાં જિલ્લા બહારથી આવેલા લોકો હાલ સંક્રમિત થઇને આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ આમોદ તાલુકાનાં આછોદ ગામે આરોગ્ય તપાસ ચાલી રહી હતી તે દરમિયાન આશા વર્કરો દ્વારા લેવાયેલા નમૂનાઓ પૈકી એક ૪૫ વર્ષીય મહિલાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો જેને લઇને જિલ્લાનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવી રહી છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કે આજે ભરૂચ શહેરમાં અંકુર હોસ્પિટલનાં તબીબ ડોક્ટર મયંક પિત્તળિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો મળેલ વિગતો માટે વડોદરાથી એક સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા તેઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો જાણવા મળ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં કુલ 61 લોકો સંક્રમિત થયા છે.

Advertisement

Share

Related posts

આણંદ જિલ્લાને શ્રેષ્ઠ બાળ સુરક્ષા એકમ તરીકે બીજા વર્ષે એવોર્ડ પ્રાપ્ત

ProudOfGujarat

‘ટાઈગર ઝિંદા હૈ’ના 5 વર્ષ પૂરા થવા પર સજ્જાદ ડેલાફ્રૂઝે સલમાનને યાદ કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર : પી.એમ. મોદીના જન્મદિવસ નિમિતે ગરીબોને ગેસ કનેક્શનનું વિનામુલ્યે વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!