Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં જોલી ગામનાં તળાવ નજીક બે કારમાં વિદેશી દારૂ સાથે 4 બુટલેગરને LCB પોલીસે ઝડપી લઈને કુલ રૂ.8,55,000 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

Share

ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં જોલી ગામે વિદેશી દારૂ લઈને બે કાર આવી રહી છે તેવી પાકી બાતમી આધારે LCB પોલીસે રેડ કરતાં જોલી ગામનાં તળાવ પાસે સ્વીફટ કાર અને સિયાઝ કારમાંથી દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું જાણતા જ પોલીસે ત્યાંથી કલ્પેશ વસાવા, કેયૂર પંચાલ, પરેશ બોરસે, લોકેશ મકવાણાને ઝડપી લઈને પોલીસે બે કાર તેમજ દારૂ બોટલ નંગ 129 કિંમત રૂ.60,000 કુલ રૂપિયા 8,55,000 નાં મુદ્દામાલ ઝડપી લઈને આ દારૂ કયાંથી લાવ્યા કોને આપવા જતાં હતા તેની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

 ભરૂચ પાલેજ માર્ગે પરીએજ ગામની સીમમાંથી અજગરનું રેસ્ક્યુ

ProudOfGujarat

ભારતીય ટ્રાયબલ પાર્ટી”ને ઓડિટ હિસાબો અને ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલ જિલ્લા કલેક્ટરનું તેડું: ૧૪ ઓક્ટોબરે રૂબરૂ હાજર રહેવા આદેશ

ProudOfGujarat

ભરૂચ : મુસ્લિમોનાં પવિત્ર રમઝાન માસનો ગઈકાલથી પ્રારંભ થયો, કોરોનાની ગાઈડલાઈનને અનુસરી ઇબાદત કરતા નજરે પડયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!