Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ શહેરનાં વિવિધ જાહેર વિસ્તારમાં માસ્ક ન પહેરનાર લોકો સામે પોલીસની દંડનીય કાર્યવાહી.

Share

રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ રાજ્ય સરકારે ફરજિયાત બનાવેલો છે. માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર ને બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને તેમના તાબા હેઠળનાં વિસ્તારોમાં સોંપવામાં આવી છે.

રાજ્યનાં ગૃહ વિભાગે આ અંગેનું વિધિવત જાહેરનામું પણ જારી કર્યું છે. કોરોના વાયરસ રોગનાં સંક્રમણને આગળ વધતો અટકાવવા સામાજીક અંતર અને મોઢા પર માસ્ક પહેરવું અનિવાર્ય બને છે. માસ્ક ન પહેરવાથી વાતચીત દરમિયાન કે શ્ર્વાસોશ્ર્વાસ, છીંક,ઉધરસનાં સમયે વાયરસ વધુ માત્રામાં ફેલાય છે. રાજ્ય ગૃહ વિભાગનાં જાહેરનામા અંતર્ગત આજરોજ આમોદ પોલીસે આમોદ શહેરનાં વિવિધ જાહેર વિસ્તારમાં માસ્ક ન પહેરનાર લોકો સામે વ્યક્તિ દીઠ 200 રૂપિયાનો કાયદેસર દંડ વસૂલ કરવામાં આવતા લોકો લોકડાઉનમાં છુટછાટ બાદ માસ્ક વગર આમોદ શહેરનાં જાહેર વિસ્તારમાં ફરતા પોલીસની દંડનીય કાર્યવાહી કરી.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય સ્તરે જળ બચાવો જાગૃતિ અભિયાન ચલાવતી ટીમે ઉમરપાડાના ગુલીઉમર ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

આજથી તલાટીની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કિશનાડ ગામમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!