Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી ક્રિશ્ના વિદ્યાલય, ઝંખવાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Share

 

વાંકલ :: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી ક્રિશ્ના વિદ્યાલય, ઝંખવાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં શાળાના સંચાલકશ્રી નવીનચંદ્ર ખત્રી, ટ્રસ્ટીશ્રીમતી વિમલા ખત્રી, શાળાના શિક્ષકગણ, સ્ટાફ તેમજ વાલી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વૃક્ષોના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને પર્યાવરણના જતન માટે સૌએ સંકલ્પ લીધો હતો.
શાળા પરિવાર દ્વારા દર વર્ષે પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજમાં હરિયાળા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ સફળ બનાવવા બદલ શાળા પરિવાર દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવો, વાલી મિત્રો અને સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઉમાભવન ફાટક રોડ પર મધ્ય ડિવાઈડર માં ઇજારદારે વેઠ ઉતારી હતી. 

ProudOfGujarat

ભરુચ જીલ્લાના વાલીયા તાલુકાનાં હીરાપોર ગામનાં બુટલેગરના ઘરની અડાળી પરથી વિદેશી દારૂ વાલીયા પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

દુર્ગા પૂજા પર બાંગ્લાદેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!