Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ જિલ્લાનાં સાઉથ બોપલનાં સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા ગળોનાં રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.

Share

આયુર્વેદનાં જાણકારો જેને સર્વ રોગ હરનારી તરીકે ઓળખાવે છે તે વનસ્પતિ એટલે ગળો.અમદાવાદ જિલ્લાનાં ભારતીય જનતા પાર્ટી બોપલ ઘુમા મંડલ દ્વારા સોમવારે સાઉથ બોપલનાં સોસાયટી વિસ્તારમાં ગળોનાં ૫૦૦ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. વૃશાલી દાતાર દ્વારા લોકોને ગળોનું મહત્વ સમજાવીને લીમડાનાં ઝાડ પાસે ગળો રોપવા માટે સુચન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભાજપનાં દર્શન પટેલ, દિનેશ પાવરા, જીજ્ઞેશ પટેલ, પ્રજ્ઞેશ પટેલ સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બોપલનાં વૃશાલી દાતારે જણાવ્યુ હતુ કે, ગળોને કળીયુગની સંજીવની કહેવામાં આવે છે અને ગળોને ઉત્તમ જડીબુટ્ટી માનવામાં છે. ગળોએ સહેલાઇથી મળી આવતી અખૂટ સંપતિ છે. અતિ મહત્વની ગણાતી ઔષધિ ગળો સર્વ રોગોમાં ઘણી ઉપયોગી છે. ગળોનો વેલો થાય છે.તેના વેલા બીજાં મોટાં ઝાડ અને ખેતરોની વાડ ઉપર ચઢે છે. ગળો વર્ષાયુ છોડ છે અને તેના વેલાનો ટુકડો કાપીને વરસાદના સમયે રોપવાથી ઉગી જાય છે. સાઉથ બોપલનાં સોસાયટી વિસ્તારનાં લોકોને ૫૦૦ ગળોના રોપાઓ આપીને લીમડાનાં ઝાડ પાસે ગળો રોપવા માટે સુચન કરવામાં આવ્યુ છે.

વંદના નીલકંઠ વાસુકિયા:વિરમગામ 

Advertisement

Share

Related posts

રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુની જાહેરાત : લોકમેળાને આપો આકર્ષક નામ અને મેળવો પુરસ્કાર.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતનુ ગૌરવ : વિકાસ ઉપાધ્યાયને પત્રકારત્વ ક્ષેત્રે મોરારિબાપુએ સ્વર્ગસ્થ શ્રી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકથી નવાજ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકાની અધુરી કામગીરીને લઇને ટ્રક ખાડામાં ફસાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!