Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ભોલાવ હરિદ્વાર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂનાં વેપલા સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ LCB પોલીસને મળેલ બાતમી અનુસાર અને જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ LCB પી.આઇ જે.એન. ઝાલા અને તેમની ટીમ પી.એસ બરંડા તથા એ.એસ.ચૌહાણે જુદી જુદી ટીમો બનાવી હતી જે દ્વારા મળેલ બાતમીનાં આધારે ભોલાવની હરિદ્વાર સોસાયટીમાંથી આરોપી તથા સીઆઝ ગાડી તથા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં બોક્ષ નંગ.20, કુલ પાઉચ નંગ.960 મળી કુલ રૂ.6,06,000 સાથે ઝડપી પાડયો હતો. આ અંગે આગળની કાર્યવાહી ભરૂચ સી ડિવીઝન પોલીસ કરી રહી છે. ઝડપાયેલ આરોપી સચિન બાબુભાઇ પંડયા રહે.દ્વારકાધીશ કોમ્પ્લેકક્ષ ચામુંડા માતાનાં મંદિર ઝાડેશ્વરની વધુ તપાસ સી ડિવીઝન પોલીસ કરી રહી છે. ઝડપાયેલ મત્તામાં વિદેશી દારૂનાં અલગ-અલગ પાઉચ નંગ 960 કિંમત 96,000, મોબાઈલ નંગ 1 કિં રૂ.10000, સીઆઝકાર કિં.5,00,000 મળી કુલ 6,06,000 ની મત્તા જપ્ત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પ્રજામાં અનેરો ઉત્સાહ : ભરૂચ શહેરમાં આશ્રય સોસાયટી પાસેથી નીકળતી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના આયોજકો તૈયારીઓમાં…

ProudOfGujarat

यंग टाइगर एनटीआर और मेगा पावरस्टार राम चरण के साथ एस.एस राजामौली की अगली विशाल मल्टीस्टारर का हुआ अनावरण!

ProudOfGujarat

વિરમગામ શહેરના વિકાસ માટે સરકાર દ્વારા નગરપાલિકા ને કેટલી ગ્રાન્ટો ફાળવવામાં આવી સહિત ની માહિતી અઘિકાર હેઠળ યુવા શક્તિ ગૃપ દ્વારા જાહેરહીત ની માંગેલી માહિતીનો જવાબ ન મળતાં જિલ્લા કલેક્ટર મા અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!