Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં લોક લાડીલા માજી ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો આજે જન્મ દિવસ છે ત્યારે ભારતનાં ગૃહ મંત્રી શ્રી અમિત શાહએ પત્ર લખીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છઓ પાઠવી હતી.

Share

61- લીંબડી વિધાન સભાનાં લોક લાડીલા અને લીંબડીનાં લોકોનાં દિલમાં વસી ગયેલ, સદાય હસતો ચહેરો એવા માજી પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાનો આજે 55 વર્ષ પુરા કરીને તેઓ 56 માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ શ્રી લીંબડી વિધાનસભા વિસ્તારમાં 4 ટર્મ સુધી ધારાસભ્ય પદે અંને બે વખત મંત્રી પદે રહી ચૂક્યા છે. આજે તેમની લીંબડી, ચુડા, સાયલા તાલુકામાં નાનામાં નાના લોકોની વચ્ચે રહીને તેઓની સેવા કરીને લોક ચાહના મેળવેલ છે. આજે લીંબડી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દરેકમાં લોકોના દિલમાં વસી ગયા છે. ફક્ત તાલુકા જ નહીં સુરેન્દ્રનગર જિલ્લામાં, ગુજરાત રાજ્યમાં પણ ખૂબ જ લોક ચાહના મેળવેલ એવા લોક લાડીલા શ્રી કિરીટસિંહ રાણા (માજી મંત્રીશ્રી) ના જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા માટે લીંબડી શહેર તેમજ તાલુકા ભાજપનાં કાર્યકરો, હોદ્દેદારો, તેમજ ઉધોગપતિઓ, નાના – મોટા વેપારીઓ અને તેમનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભારતનાં ગૃહ મંત્રી શ્રી અમિત શાહએ પત્ર લખીને જન્મ દિવસ હાર્દિક શુભેચ્છઓ પાઠવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પાલેજ માં ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ૨૫ નવયુગલો સમૂહ શાદી નાં કાર્યક્રમ હેઠળ પ્રભુતા માં પગલાં પાડ્યાં

ProudOfGujarat

લીંબડી ખાતે રાણી તળાવની સફાઈ કામગીરી હાથ ધરાઇ

ProudOfGujarat

આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!