Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં બેફામપણે ડ્રાઇવિંગ કરતાં વૈભવી કાર ચાલકે અકસ્માત સર્જી કાર મૂકી ફરાર જાણો કેમ ?

Share

ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં એક વૈભવી મોટરકાર ચાલકે પોતાની કાર બેફામપણે હાંકીને અકસ્માત સર્જયો હતો. કહેવાય છે કે અકસ્માત સર્જયા બાદ પોતાની મોટરકાર મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ નાનો છે પરંતુ ઘણી બધી બાબતે સૂચક કહી શકાય કઈ પરિસ્થિતીમાં અને કેવી હાલતમાં કાર ચાલક ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તે તપાસનો વિષય છે. સાથે જ ગોલ્ડન બ્રિજના બંને છેડે જયારે પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યારે આ કાર ચાલક કેમ બિનવારસી હાલતમાં કાર મૂકી ગયો તે પણ રહસ્યમય ઘટના કહી શકાય તેવી લોકો માં ચર્ચા ચાલી રહી છે. હવે તો સમગ્ર ગોલ્ડન બ્રિજ કવર થાય તેવા સી.સી.ટી.વી કેમેરા છે તો આટલી મોટી ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કવર થઈ જ હોય તેવી પણ લોકો માં ચર્ચા ચાલી રહી છે. એવાં સમયે પોલીસ તંત્ર દ્વારા આ સમગ્ર ઘટનાનું સી.સી.ટી.વી ફૂટેજ જોઈને તેનું રહસ્ય જાણી શકાય તેવી ચર્ચા લોકો માં ચાલી રહી છે. આ બાબતે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી.

Advertisement

Share

Related posts

દેશભરમાં માનવ અધિકાર માટે લડત આપતી હુમન રાઈટસ એન્ડ સોશ્યલ જસ્ટિસ મિશનના કાર્યકરો અને આગેવાનોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

માંગરોળ તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી: ઉમેદવારી ફોર્મોની ચકાસણી પૂર્ણ

ProudOfGujarat

અંકલેશ્વર ના કોસમડી ગામે પશુઓના ત્રાસના કારણે કપાસ અને શેરડીના પાકને નુકસાની થયાનો આક્ષેપ કરતા ખેડૂતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!