Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજની મેધમની કંપનીમાં શ્રમજીવી મહિલાનું મોત.

Share

મેધમની કંપનીમાં કામ કરતી 20 વર્ષીય શ્રમજીવી મહિલાનું મોત નીપજયું હોવાનો બનાવ બન્યો હતો. આ શ્રમજીવી મહિલા પોતાની માતા સાથે કામ કરી રહી હતી તેવામાં અચાનક બીજા માળેથી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. દહેજ પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તા.16/7/2020 નાં રોજ સાંજનાં બનાવ બન્યો હતો. જેમાં એક શ્રમજીવી મહિલા ઉ.વ 20 નાં આશરે જેનું નામ જશોદાબેન ભાગોળ હતું તે તેની માતા સાથે કામ કરતા જશોદાબેન અચાનક નીચે પટકાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી જેના પગલે ઇજાગ્રસ્ત જશોદાબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જોકે આ બનાવમાં ચાલતી લોકચર્ચામાં કંપનીની બેકાળજી અને બેદરકારીનાં પગલે આ બનાવ બન્યો હતો. જોકે સાચી હકીકત શું છે તે તપાસ દરમ્યાન બહાર આવે તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમને અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : સ્વ.અહમદ પટેલે દત્તક લીધેલા વાંદરી ગામનાં અધુરા કામો હવે પુત્ર ફૈઝલ પટેલ પૂર્ણ કરાવશે.

ProudOfGujarat

નવસારી જિલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!