Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજની મેધમની કંપનીમાં શ્રમજીવી મહિલાનું મોત.

Share

મેધમની કંપનીમાં કામ કરતી 20 વર્ષીય શ્રમજીવી મહિલાનું મોત નીપજયું હોવાનો બનાવ બન્યો હતો. આ શ્રમજીવી મહિલા પોતાની માતા સાથે કામ કરી રહી હતી તેવામાં અચાનક બીજા માળેથી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. દહેજ પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તા.16/7/2020 નાં રોજ સાંજનાં બનાવ બન્યો હતો. જેમાં એક શ્રમજીવી મહિલા ઉ.વ 20 નાં આશરે જેનું નામ જશોદાબેન ભાગોળ હતું તે તેની માતા સાથે કામ કરતા જશોદાબેન અચાનક નીચે પટકાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી જેના પગલે ઇજાગ્રસ્ત જશોદાબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જોકે આ બનાવમાં ચાલતી લોકચર્ચામાં કંપનીની બેકાળજી અને બેદરકારીનાં પગલે આ બનાવ બન્યો હતો. જોકે સાચી હકીકત શું છે તે તપાસ દરમ્યાન બહાર આવે તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

પાલેજ નવી નગરીમાંથી ૧૮૧૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

જામનગરના જીવાભાઈએ પોતાનું નિવૃતિ જીવન કર્યું પ્રકૃતિને સમર્પિત

ProudOfGujarat

ભરૂચના ડુંગરી વિસ્તારમાં ભરચોમાસાની જેમ રોડ પર પાણીનો ધોધ : પાલિકાની પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થતાં રિપેર કરવા ટાંકી ખાલી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!