Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં નિરાંત નગર સોસાયટીનાં લોકોની સમસ્યા અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

અંકલેશ્વર નગરનાં નિરાંતનગર સોસાયટીમાં રહેતા રહીશો વિવિધ સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે. વોર્ડ નં. 2 માં સમાવેશ થતાં એવાં નિરાંતનગરમાં વિકાસનાં કામો બે વર્ષ પૂર્વે મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ કામગીરી થઈ નથી. તે એક આશ્રયની બાબત છે અને કેટલીકવાર કામગીરી કરવામાં આવી છે તે નિમ્નકક્ષાની કામગીરી જણાઈ રહી છે. જેમાં આયોજનનો અભાવ સ્પષ્ટપણે જણાઈ રહ્યો છે. ગમેતેમ વેઠ ઉતારતા હોય તેવું કામ કરવામાં આવ્યું છે. નવા કામ દરમિયાન કેટલીક નુકસાની થઈ છે તેનું પણ સમારકામ કરવામાં આવ્યું નથી. સૌથી મોટી સમસ્યા તો એ છે કે પીવાનાં પાણીની સપ્લાયની લાઇન અને ગટરની લાઇન એક થઇ જતાં ઘરમાં બંને લાઈનોનું મિશ્રિત પાણી ભેગું થઈ જાય છે. વરસાદી કાંસનાં કામ કરવામાં આવ્યા નથી. વિવિધ કામો ન થવાથી અકસ્માત અને તેમાય જીવલેણ અકસ્માતનાં બનાવો બનવાની શકયતા છે. આ અંગે નિરાંતનગરનાં રહીશોએ તા.18-6-2020 અને તા.3-7-2020 નાં રોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા તા.6-7-2020 ના રોજ ભરૂચ જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરાય હતી. ત્યારબાદ માત્ર કેટલીક ઈંટો ગોઠવી દેવાય છે. આમ કરીને કામ કર્યું હોવાનો દેખાડો માત્ર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી શૈલેષ મોદીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સારસા ગામે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં દઢાલ ગામ નજીક સાગબારા ફાટક પાસે ગામનાં યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા સમગ્ર ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો છે.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ૧૧૮ સેન્ટરો ઉપર કોવિડ-૧૯ મેગા ડ્રાઈવ અભિયાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!