Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાની ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓ જોગ નાણાંકીય સહાય માટે જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવો.

Share

પંચમહાલ જિલ્લા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં ટૂંકી અને મધ્યમ મુદતનું ધિરાણ તેમજ વસૂલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં છે. તેથી ઉક્ત સહકારી મંડળીઓ કે જે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરતી હોય, નિયમિત રીતે વસૂલાત કરતી હોય તેમજ યોજનાના ઢાંચા અનુસાર ધિરાણ વસૂલાતમાં વધારો થયેલ હોય તથા સભાસદ થાપણમાં વૃદ્ધિ થયેલ હોય તે મંડળીને સહાય મળવાપાત્ર છે, જે ધ્યાને લઈને જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ સન ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ સુધીના પાંચ વર્ષના હિસાબો તારીજ, નફા-નુકસાન ખાતું, વેપાર ખાતુ, સરવૈયા સાથે ગોધરાના જિલ્લા સેવાસદન-૦૨માં આવેલ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન કચેરીના ફોન નં. ૦૨૬૭૨- ૨૪૨૨૪૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અમદાવાદ નજીર વોરા ફાયરિંગ કેસનો મુખ્ય આરોપી ભરૂચ ખાતેથી ઝડપાયો…

ProudOfGujarat

ZEE5 નું તમિલ કોર્ટરૂમ ડ્રામા ‘સત્તામુ નીથિયમ’ ધમાલ મચાવે છે – માત્ર 72 કલાકમાં 51 મિલિયન સ્ટ્રીમ્સ રેકોર્ડ કરે છે!

ProudOfGujarat

માતરીયા તળાવની કમ્પાઉન્ડ વોલ સાથે ફોરવ્હીલર અથડાતા ધરાશયી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!