Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ બાયપાસ ફાયરિંગ કરવાના પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો જાણો.

Share

ભરૂચ શેખપુરા વિસ્તારમાં રહેતા સઇદ ઉર્ફે ભૂરાએ બી ડિવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં બે દિવસ પહેલા ઇદ્રીસે તેના મિત્ર ઇલ્યાસ ઈસ્માઈલ વલી પટેલને એમ જણાવ્યુ હતું કે સઇદ ઉર્ફે ભૂરો અપશબ્દો ભાંડે છે જેથી ઇલ્યાસ ગેરેજ પર સઇદ ઉર્ફે ભૂરાને મળવા આવ્યો હતો ત્યાંથી જ ઇલ્યાસે ઇદ્રીસને ફોન કર્યો હતો કે તું બાયપાસ ઊભો રે હું આવું છું એમ કહી ઇદ્રીસ અને તોસિફ એક ઇકો કારમાં જયારે નિવૃત પોલીસ કર્મીનો પુત્ર ઈમરાન સોકત ખીલજી બાઇક પર ઘટના સ્થળે આવી ગયો હતો. જ્યાં ઇદ્રીસ બમ્બૈયાએ ઝપાઝપી કરી દેશી કટ્ટાથી ગોળીબાર કરતાં સઇદનાં કમરનાં ભાગે ગોળી વાગી હતી. આ પ્રકરણમાં એસ.ઓ.જી. એ 2 આરોપીને ઝડપી પાડયા હતા. જયારે બી ડિવીઝન પોલીસે સાગરીક ઇલ્યાસ ઈસ્માઈલ વલી પટેલને ઝડપી પાડયો હતો. જોકે હજી નિવૃત પોલીસ કર્મીનો પુત્ર ઈમરાન સોકત ખીલજીને ઝડપવાનો બાકી છે.

Advertisement

Share

Related posts

નવા વાડીયા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

ભરૂચમાં તહેવારો પહેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સઘન ચેકિંગ :  હોટલ, મીઠાઈની દુકાનો અને બેકરીમાં તપાસ હાથ ધરાઈ; ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવી

ProudOfGujarat

રાજ્યમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના:આગામી ચાર દિવસમાં મેઘરાજા સટાસટી બોલાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!