Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચથી મકતમપુર જવાના રોડ પર આવેલ સેફાયર એપાર્ટમેન્ટ નજીક મહિલા અને પુરૂષની ઇજાગ્રસ્ત લાશ મળી આવી જાણો રહસ્યમય ઘટનાની વધુ વિગતો.

Share

ભરૂચથી મકતમપુર જવાના માર્ગ પર આવેલ સેફાયર એપાર્ટમેન્ટ પાછળનાં ઝાડી ઝાંખરામાંથી એક પુરૂષ અને એક મહિલાનાં મૃતદેહો મળી આવ્યા હતા. બંનેનાં શરીરો પર ઇજાના નિશાનો મળી આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ નજીકથી બાઇક પણ મળી આવી હતી તે સાથે એક લેડીસ પર્સ મળી આવ્યું હતું જે મૃતક મહિલાનું હોય તેમ જણાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સી ડિવીઝનનાં પી.આઇ. ઉનડકટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમને તપાસનો આરંભ કરતાં પુરૂષની ઓળખ થઈ હતી જે તુલસીભાઈ રમણભાઈ સોલંકી ઉં.35 રહે. રૂંગટા સ્કૂલની પાછળ હોવાનું જણાયુ હતું જે અપરણિત હતો અને તે તુલસીધામ વિસ્તારમાં ચશ્મા અને પટ્ટા જેવી ચીજ વસ્તુનું વેચાણ કરી જીવન ગુજારતો હતો જયારે મૃતક મહિલાની ઓળખ અલકા જગદીશભાઇ રાઠોડ હોવાનું જણાયું હતું. તે ઘરકામ કરતી હતી અને તેની ઉંમર પણ 35 હતી તે પરણિત હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના નદી કિનારા તરફ જતાં કેડી સમાન રસ્તા પર આવેલ ઝાડી ઝાંખરામાં બની હતી. બંને મૃતકોનું મોત કયા કારણોસર થયું તે અંગેની તપાસ સી ડિવીઝનનાં પી.આઇ. ઉનડકટ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્ટેટ લેવલે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બની.

ProudOfGujarat

અમદાવાદ-સેટેલાઇટ પોલીસે નકલી પોલીસને ઝડપ્યો-પોલીસ વર્ધિમાં લોકો પર જમાવતો હતો રોફ…

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝર ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!