Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી 6 જુગારીઓ ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

Share

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ પોલીસે કોસીયાકોલા ફળિયામાં બાતમી આધારે રેડ કરી હતી જેમાં 6 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા. જયારે એક જુગારી વોન્ટેડ છે. પોલીસે દોઢ લાખથી વધુની મત્તા જપ્ત કરી હતી. ઝડપાયેલ જુગારીઓમાં નેતા યુવા ભાજપનાં પ્રમુખ પૃથ્વીરાજસિંહ અટોદરિયા પણ જુગાર રમતા ઝડપાયો હતો. ભરૂચ જીલ્લા અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસે બાતમીનાં આધારે કોસીયાકોલા ફળિયામાં રહેતા શિરીષ ભીખાભાઇ માછીનાં ત્યાં રેડ કરતાં 6 જુગારીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી અંગ જડતીનાં અને દાવ પરનાં રોકડા રૂપિયા 77,130, મોબાઈલ નંગ 3 કિં. 35,000, મોટરસાઇકલ નંગ 1 કિં. 40,000 મળી કુલ રૂ.1,52,130 ની મત્તા જપ્ત કરી હતી. ઝડપાયેલ આરોપીઓમાં 1) શિરીશ ભીખાભાઇ માછી 2) વિનોદ દિલીપભાઇ પટેલ 3) ઘનશ્યામ હિતેશભાઇ પટેલ 4) સાદીક ઉર્ફે બાબુ અબ્દુલ ગફાર શેખ 5) પૃથ્વીરાજસિંહ ઉર્ફે ભોલો યોગેન્દ્રસિંહ આટોદરિયા 6) ઐયુબભાઈ કાસમભાઇ કડીવાલા નો સમાવેશ થાય છે. જયારે વોન્ટેડ આરોપીમાં વિરમભાઇ પુજાભાઈ ભરવાડને જાહેર કરેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમધરા ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

સાગબારા પોલીસે છેતરપિંડીની ફરિયાદ ન લેતા પીડિતે મુખ્યમંત્રી કાર્યાલયે આત્મહત્યાની ચીમકી આપી.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!