Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની મુલદ ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત.

Share

ઝઘડિયાથી ભરૂચ તરફ જતા રોડ પર મુલદ ચોકડી પાસે ગઇકાલે કોઇ અજાણ્યા વાહનની ટક્કરે એક સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યુ હતુ. આ ઇસમનો મૃતદેહ જણાતા નેશનલ હાઈવે મેનેજમેન્ટે આ અજાણ્યા ઇસમની લાશ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. તપાસ દરમિયાન મરણ પામનાર ઈસમનું નામ બિજય કુમાર ભોલા સાવ જણાયુ હતુ.આ ઇસમની ઓળખ એક સિક્યુરિટી એજન્સીના માલિકે કરી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાની મુલદ ચોકડીથી ભરૂચ જવાના રોડ પરના વળાંક પાસે ગઇકાલે વહેલી સવારે એક અજાણ્યા સિક્યુરિટી ગાર્ડની લાશ જોવામાં આવી હતી. જેનું કોઈ અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યુ હોવાનું જણાયુ હતુ. આ અજાણ્યા સિક્યુરિટી ગાર્ડના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયો હતો. તપાસ દરમિયાન મૃતકનું નામ બિજયકુમાર ભોલા સાવ, ઉંમર વર્ષ ૪૬ રહે. દુગ્ધા જિ. બોકારો ઝારખંડ હોવાનું જણાયુ હતું અને મરણ પામનાર ઇસમ દહેજ ખાતે આવેલ મીરા સિક્યુરીટી ફોર્સ નામની એજન્સીમાં મે, તા.૨૦ સુધી ફરજ બજાવતો હતો, તેમ સિક્યુરિટી એજન્સીના માલિકે જણાવ્યું હતું. ઝઘડિયા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ઉમણીયાવદરના યુવાનની હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો

ProudOfGujarat

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનથી રન ઓવર થતાં યુવકનું કરૂણ મોત.

ProudOfGujarat

સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે તેના બીજા શુક્રવારની સાપ્તાહિક સમાપ્તિ પર રૂ. 17,345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!