Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી રાજકોટ હાઈવે પર મોડી રાત્રે એસ.ટી બસ ડીવાઈડરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

Share

લીંબડી રાજકોટ હાઈવે પર બોડીયાના પાટીયા પાસે રાજકોટ નવસારી જતી એસ.ટી બસ ડીવાઈડરમાં ઘુસી જતા એસ.ટી બસમાં સવાર આઠ મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો પરંતુ સદનસીબે બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, ત્યારે ચાલી રહેલ નેશનલ હાઈવેના સિક્સ લાઈનનાં કામમાં આડેઘડ ડીવાઈડર મુકતા અને કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ નહીં હોવાથી આ ઘટના સર્જાઈ હોય તેવી લોકચર્ચા ચર્ચાઈ રહી છે. ત્યારે આ લીંબડી રાજકોટ અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અનેક જગ્યાએ આવા બેફામ ડીવાઈડર મુકયા છે પણ સાઈન બોર્ડ નહીં હોવાથી અનેકવાર આવા અકસ્માત સર્જાતા હોય છે અને લોકોને જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવ્યો હોય તેવી હાલત નેશનલ હાઇવે પરની છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરથાણા ને.હા .ઉપર થી પસાર થતાં મોટરસાયકલ ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા એકનું મોત જયારે એક ઈજાગ્રસ્ત….

ProudOfGujarat

ભરૂચ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

ProudOfGujarat

અંકલેશ્વર ના પીરામણ ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પર એક યુવાને ટ્રેન સામે આત્મહત્યા કરી પોતાનું જીવન ગુમાવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!