Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરાના વોર્ડ નંબર 1 માં ડિજિટલાઈઝ સભ્ય નોંધણી કરાઈ.

Share

ગોધરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર એકમા પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી અને માજી સાંસદ સભ્ય પ્રભાબેન તાવીયાડ, માજીધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી દક્ષેશ પટેલ પંચમહાલ જિલ્લાના કોગ્રેસ સમિતિ એસસી ડિપાર્ટમેન્ટ સેલ ચેરમેન રાજેશભાઇ હડીયેલ દ્વારા ગોધરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર એકમા અને તેની આજુબાજુના વિસ્તારોમાં કોંગ્રેસના સભ્ય નોંધણી કાર્યક્રમ હેઠળ આજરોજ ડિજિટલ સભ્ય નોંધણી કરવાનો પ્રારંભ કરાયો હતો.

આ સભ્ય નોંધણી કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસનો એક-એક કાર્યકર પોતાના બૂથમાં જઇને દરેક પરિવારને કોંગ્રેસની વિચારધારાથી વાકેફ કરશે. કોંગ્રેસનું યોગદાન તેમજ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાથી વાકેફ કરશે દરેક પરિવારને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસમાં સભ્ય બનાવાશે. 

Advertisement

ભાજપની સભ્ય નોંધણી ઝૂંબેશ બાદ હવે પંચમહાલ કોંગ્રેસ દ્વારા પણ સભ્ય નોંધણી શરૂ કરાઇ છે. જેમાં કોંગ્રેસ પણ ડિજિટલાઇઝેશનને મહત્વ આપી રહ્યું છે. જેના ભાગરૂપે સૌપ્રથમ વાર મોબાઇલ એપના માધ્યમથી સભ્યોની નોંધણી કરવામાં આવી હતી. આ વખતે માત્ર સભ્યને નામ, સરનામું, ફોટો, મોબાઈલ એપ પર અપલોડ કરાઇ રહ્યો છે. સભ્ય નોંધણી માટે કોંગ્રેસના કાર્યકરોને ખાસ તાલીમ આપવામાં આવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસનો એક કાર્યકર બૂથમાં દરેક ઘરમાં જશે અને કોંગ્રેસની વિચારધારા અને ભાજપાની નિષ્ફળતા લોકો સમક્ષ રજૂ કરશે અને લોકોને કોંગ્રેસમાં જોડશે. કોંગ્રેસના કાર્યકર તમામ લોકોના ઘરે ઘરે જઈને લોકોના પ્રશ્નોને સાંભળશે અને લોકોની જે કંઇ તકલીફો છે સમસ્યા છે, સરકારનો અન્યાય અને અત્યાચાર છે તેની સામે લોકોનો અવાજ કોંગ્રેસનો કાર્યકર બનશે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચ ના ઝાડેશ્વર ચોકડી હાઇવે ઉપર રજપૂત કરણી સેના એ ફિલ્મ પદ્માવત ના વિરોધ માં ચક્કાજામ કરી ટાયરો સળગાવી એક કાર ના કાંચ તોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું.

ProudOfGujarat

ઝઘડીયામાં ૭૧ વનમહોત્સવોમાં રોપાયેલા વૃક્ષો પૈકી કેટલા પરિપકવ થયા?! : કે પછી ફક્ત ફોટા પડાવવા કાર્યક્રમો યોજાય છે ?! આ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો.

ProudOfGujarat

ગોધરામાં અમે જી વી સી એલ ટીમનો દરોડો :42 જેટલી ટીમ દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!