Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બૌડા કચેરી દ્વારા ઝાડેશ્વર હરિહર શોપિંગ સેન્ટરનાં દબાણો દૂર કરાયા.

Share

ભરૂચથી ઝાડેશ્વર તરફ જવાના માર્ગ પર ઠેરઠેર દબાણો ઊભા કરવામાં આવ્યા છે. ત્યાં દુકાનોનાં હોલ્ડિંગ અને પાટિયા નજરે પડે છે. જયારે કેટલીક દુકાનો સામે જાહેરાતો પણ દબાણ કરી રહી છે. આ ઉપરાંત શોપિંગ સેન્ટરનાં કેટલાંક કર્તાહર્તાઓ દ્વારા અન્ય દબાણો ઊભા કરવામાં આવ્યા છે.

પરંતુ ઝાડેશ્વર હરિહર શોપિંગ સેન્ટર વિસ્તારમાં દબાણ અંગે બૌડા તંત્રને અરજી પ્રાપ્ત થઈ હતી. જે અરજીનાં આધારે હરિહર શોપિંગ સેન્ટરનાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. બૌડા કચેરીનાં અમલદારો પોલીસ કાફલા સહિત આવી જતાં ઝાડેશ્વર રોડ પરનાં અન્ય દુકાનદારોએ પણ દોડધામ કરી દીધી હતી. જેના પગલે અફરાતફરીનું વાતાવરણ ફેલાય ગયું હતું. તો ઝાડેશ્વર રોડ પર આવેલ શોપિંગ સેન્ટરનાં કર્તાહર્તાઓએ દબાણ દૂર કરવા અંગે તમામ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના વાઘપુરા ગામની સીમના ખેતરના શેઢા નજીક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

હવે લગ્ન પ્રસંગમાં 200 વ્યક્તિઓની હાજરીને અપાઈ છૂટ ? કેવી રીતે ?…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!