Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક નિષાદકુમાર ભોઈ પોતાના “ઘેર ઘેર ગળો” અભિયાન” દ્વારા અનોખો પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે.

Share

જીવનમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે અને શિક્ષક વિના શિક્ષણની કલ્પના જ કરી ના શકાય. આજે 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામા આવે છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકડાઉન બાદ હવે અનલોકમાં પણ શાળા, કોલેજો બંધ હોવાને કારણે હવે ઓનલાઈન શિક્ષણ ઇન્ટરનેટના માધ્યમથી અપાઈ રહ્યુ છે. આજે સમાજમાં ઘણા એવા શિક્ષકો છે કે માત્ર ઔપચારિક શિક્ષણ આપવાની સાથે અનૌપચારિક શિક્ષણ પણ આપવુ તેમની પ્રથમ ફરજ સમજે છે. આપણે એક એવા શિક્ષકની વાત કરવાના છે. જે પાઠ્યપુસ્તકોનું શિક્ષણ શાળામા તેમના વિદ્યાર્થીઓને આપે છે. હાલમા લોકડાઉનમાં ઘરે બેઠા શિક્ષણનાં પુસ્તકો આપવાનુ કાર્ય કર્યુ તેની સાથે પ્રાકૃતિક શિક્ષણની સમજણ આપીને “ઘેર ઘેર ગળો અભિયાન” શરૂ કર્યુ છે. જેમા પોતાના આપવાના નવીન વિચારને આજે સૌ કોઈએ વધાવી લીધો છે.જેમા “ગળા”ની વેલનો છોડને પોતાના ઘરના આંગણામાં વાવીને પ્રકૃતિનું જતન કરવાનો સંદેશ આપવામા આવી રહ્યો છે. આ શિક્ષકનું નામ છે. નિષાદકુમાર ભોઈ.જે પંચમહાલ જીલ્લાની કાલોલ તાલુકાની મલાવ ગામની પ્રાથમિક શાળામા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

નિષાદકુમાર ભોઈ “ઘેર ઘેર ગળો અભિયાન” અંગે વાતચીત કરતા જણાવે છે” તેમને સાતમા મહિનામાં આ અભિયાન શરુ કરેલ હતો. ગળો એટલે ગિલોય. જેને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શરીરમાં શરદી, ખાસી, તાવ, ઉધરસ કે માથાનો દુખાવો વગેરે જેવા રોગોથી બચવા માટે ગળાની વેલનો છોડ ખુબ ઉપયોગી હોય છે.જેમા મારા વિદ્યાર્થીઓ ગળાનુ મહત્વ સમજે તે માટે અભિયાન શરૂ કર્યુ છે. તેમને ૬૦ જેટલા ગળાના છોડની વેલના રોપા તૈયાર કરીને આપવામા આવ્યા છે.ખાસ કરીને જેમના ઘરે લીમડાના ઝાડ છે. તેમને આપવામા આવ્યા છે.અરડૂસી, કાલમેઘ, અશ્વગંધા, સર્પગંધા જેવા ઔષધિય વૃક્ષોના છોડ, સાથે સાથે લીમડો, જાસુદ, ખાટી આંબલીના છોડ પણ વિદ્યાર્થીઓને આપવામા આવ્યા છે. જેમા સરકારી નર્સરીમાંથી આ વિવિધ વૃક્ષોના છોડ લાવવામા આવ્યા હતા. વધુમા તેઓ સોશિયલ મિડીયાના માધ્યમથી પણ પોતાના અભિયાનને લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને પોસ્ટ અને કુરિયરના માધ્યમથી પણ તે ગળાની વેલ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. એટલે શિક્ષક વિશે સાચુ જ કહેવાયુ છે. શિક્ષક વિશે કહેવાયુ છે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમે પલતે હે. આવા શિક્ષકને આજના દિવસે નમન કરીએ છે.

પંચમહાલ. રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યુ.

ProudOfGujarat

અમદાવાદનાં ઓગણજમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર કરાયો રદ

ProudOfGujarat

સુરત શહેર પોલીસ વિસ્તારમાં જ નામચીન બુટલેગરના જન્મ દિવસની ઉજવણી બાદ કોઇ પગલા ન ભરાતા અનેક પ્રશ્નો થયા ઉભા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!