Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેર પોલીસ વિસ્તારમાં જ નામચીન બુટલેગરના જન્મ દિવસની ઉજવણી બાદ કોઇ પગલા ન ભરાતા અનેક પ્રશ્નો થયા ઉભા..!

Share

સુરત શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારના કુખ્યાત ગણાતા બૂટલેગર વલ્લીઉલ્લના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો 28 જૂનની રાત્રીનો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ બૂટલેગરના સમર્થકોએ રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાસે ફટાકડા ફોડી જન્મ દિવસની ઉજવણી કરી હતી. જોકે રેલવે પોલીસની હદમાં કરાયેલી ઉજવણી બાદ પણ કોઈ પગલાં ન ભરાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સુરત ના રેલવે સ્ટેશન વિસ્તારમાં નજરે જોનારાઓ એ જણાવ્યું હતું કે, ફટકાકડા ફોડવાના સમયે ટ્રેન પણ નજીકથી પસાર થઇ રહી હતી. છતાં કોઈએ દરકાર શુદ્ધા ન લીધી એ પણ નવાઇની વાત છે. તો બીજી બાજુ એ જ રાત્રે બૂટલેગરના ઘર નજીક પણ જન્મદિવસની ધામધૂમથી ઉજવણી પણ કરાઈ હોવાનું કહેવાય રહ્યું છે. તેમ છતાં લાલગેટ પોલીસ ઉંઘતી સાબિત થઈ હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે. એક નહીં બે-બે પોલીસ સ્ટેશનની હદમાં કોવિડ ગાઈડલાઇન અને કાયદાના ધજાગરા ઉડાવનાર વલીઉલ્લા સામે કોઈ પગલાં ભરાશે કે કેમ એ એક તપાસનો વિષય છે. કુખ્યાત ગણાતા બૂટલેગર વલ્લીઉલ્લના જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ સાથે ઉજવણીમાં હાજર તમામ લોકોએ માસ્ક પણ પહેર્યા ન હોવાનું વીડિયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સુરતમાં એક બાદ એક મોડી રાતે થતા કાર્યક્રમોના વીડિયો સામે આવી રહ્યા છે. કર્ફ્યૂ સમયે પણ ઉજવણી ચાલુ ન રહે એની ખાસ કાળજી પોલીસે લેવી જોઈએ. જ્યારે લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવાં દૃશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.

Advertisement

સુરતમાં જાણે કાયદાનો કોઈને ભય ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફ્યૂ છે. સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં, છતાં પણ આ લોકો બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે.જેની સામે પોલીસ છાસવારે પગલાં પણ લેતી હોય છે.

જયદીપ રાઠોડ : સુરત


Share

Related posts

વડોદરાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે એક જ દિવસમાં ચાર જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ભરૂચ : લારી-ગલ્લાવાળાનાં પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા આમ આદમી પાર્ટીની કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!