Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર તેજગઢ લીંબડી બજાર પાસેથી કુલ રૂ.૨,૮૦,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને  પકડી પાડતી છોટાઉદેપુર પોલીસ.

Share

પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગતો પ્રમાણે છોટાઉદેપુર પોલીસ સ્ટાફના માણસો સાથે તેજગઢ લીંબડી બજાર પાસેથી તારીખ.૨૪/૦૯/૨૦૨૦ ના રોજ ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો નીચે મુજબનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે. કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ (૧) રોયલ સીલેક્ટ વ્હીસ્કી ૭૫૦ મીલીની પ્લા.ની કંપની શીલબંધ બોટલ નંગ-૧૮૦ કિં.રૂ ૭૯,૨૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૧ ની કિ.રૂ. ૧૦૦૦/- (૩) બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-03-Y-6505 ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- પકડી પાડવામાં આવેલ ઇસમ નંદનભાઇ પહાડસિંહ જાતે ડામોર રહે.કદવાલ, ટિમરવા ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) અને નાસી જનાર ઇસમ કમલેશભાઇ મંગત્યાભાઇ જાતે બગેલ રહ.કદવાલ તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) છે. આમ બોલેરો પીકઅપ ગાડીમાં લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ કુલ નંગ-૧૮૦ કિ.રૂ.૭૯,૨૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા-૨,૮૦,૨૦૦/- નો મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી સંડોવાયેલ ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બેદરકારીથી વયોવૃદ્ધ પેન્શનરો પરેશાન.

ProudOfGujarat

લો કરો વાત સિવિલ હોસ્પિટલની બેદરકારી ચરમ સીમાએ ડિસ્ટિલ વોટરની જગ્યાએ ગ્લુકોઝના પાણીનું ઇન્જેક્શન 18 દર્દીઓને અપાતા ખળભળાટ…

ProudOfGujarat

રામલલ્લાની જન્મ ભૂમિ અયોધ્યામાં રામ મંદિરનાં શિલાન્યાસ પ્રસંગને લઈ લીંબડી શહેર ભાજપનાં કાર્યકરો દ્વારા મહાઆરતી કરાઇ અને લીંબડી શહેર ભાજપનાં કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!