Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : ઓનલાઈન છેતરપીંડીનો નવો કીમિયો અંકલેશ્વરમાં જોવા મળ્યો : ઇ કાર્ટ કુરિયરમાં નોકરી કરતા ડીલીવરી બોય સાથે થઈ છેતરપીંડી…

Share

ઓનલાઈ છેતરપીંડીનો નવો કીમિયો અંકલેશ્વરમાં જોવા મળ્યો, ઓનલાઈન શોપિંગથી છેતરપીંડીના અનેક પ્રકારના કિસ્સા તમે જોયા હશે પણ વાત આજે ખુદ ડિલિવરી બોય છેતરપીંડીનો શિકાર બન્યો છે.

અંકલેશ્વરના જીઆઇડીસીમાં જલધારા ચોકડી પાસે આવેલ આર તેન કોર્નરમાં ડિલિવરી બોય સાથે છેતરપીંડીનો મામલો સામે આવ્યો હતો. બનાવ અંગે મળતી માહિતી મુજબ અંકલેશ્વર ખાતે આવેલ ઓમકાર 2 કોમ્પ્લેક્ષમાં આવેલ ઇ કાર્ટ કુરિયર સર્વિસમાં કંપનીમાં પ્રિન્સી એન્ટરપ્રાઇઝની એજન્સીમાં મ્યુઝીબ નામના યુવાન ડીલીવરી બોય તરીકે છેલ્લા એક મહિનાથી કામ કરે છે.

Advertisement

જેમાં ગત તા. 29-06-2021 ના રોજ શ્વેતા નામના યુવતીએ પ્લોટ નંબર.1008/1 સાઈ શ્રધ્ધા કો.ઑ.હ. સોસાયટી, જલધરા ચોકડી જી.આઈ.ડી.સી. અંકલેશ્વર સ્વેતા નામથી પાર્સલ માંગવામાં આવ્યું હતું જેમાં આઈફોન 11 પ્રો મંગવ્યો હતો પરંતુ કોઈ કારણોસર ફોન પાછો આપવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.

જેમાં આર તેન કોર્નર શોપિંગમાં આશીર્વાદ કપડાંની શોપમાં પતિ પત્ની એ ડિલિવરી બોયને બોલાવી પાર્સલ લઈને ગાડીમાં કપડાં મૂકીને આવું એમ કહી બહાર જઈ પાર્સલમાં ફોન કાઢી સાબુ મૂકી દઈ છેતરપીંડી કરી ત્યાં સુધી ડીલીવરી બોય વાતથી અજાણ હતો.

ત્યારબાદ હેડ ઓફિસે પાર્સલ પહોંચતા ત્યાં પાર્સલ ખોલતા ફોનની જગ્યાએ સાબુ નીકળતા ડિલિવરી બોયને જાણ કરવામાં આવી હતી અને તેના દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. આ સમગ્ર મામલો સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગયો હતો જેથી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

વાલિયા એપીએમસી ની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ProudOfGujarat

ભરૂચ ધોળીકુઇ દાંડિયા બજારનું શાક માર્કેટ બંધ કરી રોટરી કલબ નજીક નવી વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

ડભાલી પાસે નર્મદા નહેરમાં ગાબડું પડતા ખેડૂતોના ઉભા પાકને નુકશાની, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વળતર ચૂકવવા માંગણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!