Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કતોપોર દરવાજા ઢોળાવ વિસ્તારમાં ગેસ લીકેજ થતા અફરાતફરીનું વાતાવરણ….. લોકોમાં ભય વ્યાપી ગયો.

Share

ભરૂચ નગરનાં કતોપોર દરવાજા ઢોળાવ વિસ્તારમાં ગુજરાત ગેસની પાઇપ લાઈન લીકેજ થતા ગેસ લીક થયો હતો. જેના પગલે અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. કતોપોર ઢોળાવ વિસ્તારમાં પાણીની પાઇપ લાઈનનું કામકાજ ચાલી રહ્યું હતું આવા સમયે અચાનક પાણીની પાઇપ લાઈન નજીકથી પસાર થતી ગુજરાત ગેસ લાઈનની પાઇપ લાઈન લીકેજ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જોકે ગેસ પાઇપલાઈન લીકેજ થતા કોઈ અજુગતી ઘટના બની ન હતી. જોકે કેટલાકે વાતાવરણમાં દુર્ગધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. ઘટનાની જાણ થતા ગુજરાત ગેસ કંપનીનાં કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમયસરની કામગીરી કરી હતી. ભરૂચ ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપલા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટરની ચૂંટણીમાં હિતરક્ષક પેનલ વિજેતા થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : વીજ ટ્રાન્સફોર્મર ચોરીઓનો સિલસિલો યથાવત, વધુ કેટલાય ગામોમાંથી તસ્કરોએ ચોરીની ઘટનાને આપ્યો અંજામ, જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડીયાના પડવાણીયા ગામના ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!