Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમ કેવડીયા ખાતે યોજાશે બે દિવસીય રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સ : આ મહત્વ ના મુદ્દાઓ ઉપર થશે ચર્ચા…!!!

Share

રાજપીપળા : આરીફ જી કુરેશી

દેશ ભરમાં ઊર્જા ક્ષેત્રે થયેલા નવતર આયામોનું મનોમંથન કરવા આગામી ૧૧-૧૨ ઓકટોબરે રાષ્ટ્રીય કક્ષાની ઊર્જા કોન્ફરન્સ યોજાશેઃ ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વિ-દિવસીય આ કોન્ફરન્સને કેન્દ્રીય ઊર્જા મંત્રી આર. કે. સિંગ ખુલ્લી મુકશેઃઆ કોન્ફરન્સમાં ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા(રીન્યુએબલ એનર્જી) પર વિચાર વિમર્શ થશે દેશ ભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રીઓ, ઊર્જા સચિવો, વીજ વિતરક કંપનીના ચેરમેન ઉપસ્થિત રહેશે ગુજરાત છેલ્લા દસ વર્ષથી ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે અગ્રિમ સ્થાને રહ્યું છે તેની વિસ્તૃત માહિતી પુરી પડાશે ગુજરાત છેલ્લા દસ વર્ષથી ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે અગ્રિમ સ્થાને રહ્યું છે તેની વિસ્તૃત માહિતી પુરી પડાશે ઈઝ-ઓફ-ડુઈંગ બીઝનેશ, રેગ્યુલેટરી ઈશ્યુ, ઊર્જા સંરક્ષણ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, પુનઃપ્રાપ્ય ઊર્જા નવા ક્ષેત્રો સંદર્ભે ચર્ચા-વિચારણા કરાશે.
નર્મદા જિલ્લા ના કેવડિયા ખાતે વિશ્વ નું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાના ઘણા કાર્યક્રમો થઈ ચુકયા છે ઉપરાંત પ્રધાનમંત્રી મોદી પણ તેમના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સરદાર સરોવર નર્મદા બંધ ઉપર વિશેષ નજર રાખી રહ્યા છે.ખુબજ મોટા પાયે ઉર્જા નું ઉત્પાદન કરતા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આગામી ૧૧-૧૨ ઓક્ટોબર ૨૦૧૯ બે દિવસીય રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સ યોજાનાર છે જે સંદર્ભે તંત્ર દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવાઈ છે. આ બાબતે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના ઊર્જા અને બિન પરંપરાગત ઊર્જા વિભાગ તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૧૧ અને ૧૨ ઓકટોબર-૨૦૧૯ દરમ્યાન સરદાર સરોવર ડેમ, કેવડીયા ખાતે દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ઊર્જા કોન્ફરન્સ યોજાશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર ડેમ ખાતે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાનું નિર્માણ કરીને કેવડીયાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કર્યું છે ત્યારે આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે. રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગ મળે તે માટે ગુજરાતમાં આવી કોન્ફરન્સોનું આયોજન થઈ રહ્યું છે તે માટે મંત્રીએ રાજ્ય સરકાર વતી વડાપ્રધાનનો આભાર માન્યો છે.તેમણે કહ્યું કે, આ રાષ્ટ્રીય કોન્ફરન્સને કેન્દ્રના ઊર્જા મંત્રી આર. કે. સિંગ તારીખ ૧૧મી ઓકટોબરે ખુલ્લી મુકશે જેમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રીઓ, ઊર્જા સચિવો તથા ઊર્જા વિતરણ અંગે કામ કરતી એન.ટી.પી.સી., પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પી.એફ.સી., આર.ઈ.સી., એન.એચ.પી.સી. જેવી વિવિધ કંપનીઓના મેનેજીંગ ડીરેકટરો, ચેરમેનો ઉપસ્થિત રહેવાના છે.

Advertisement

●●●પ્રથમ દિવસે રીંયુએબલ એનર્જી વિશેષ ચર્ચા….
આ બે દિવસીય કોન્ફરન્સમાં પ્રથમ દિવસે પુનઃપ્રાપ્ય ઊર્જા (રીન્યુએબલ એનર્જી), પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણ, સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રીન્યુએબલ એનર્જીના વિકાસ કાર્યક્રમો, અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી પાર્કસની સ્થાપના સંદર્ભે, ઈઝ-ઓફ-ડુઈંગ બીઝનેશ અંતર્ગત સોલાર અને વિન્ડ પાવર સંદર્ભે હાથ ધરાનાર વિવિધ પ્રોજેકટ સંદર્ભે જમીન ફાળવણી સહિતના આનુસાંગિક કામો તથા રેગ્યુલેટરી ઈશ્યુ સંદર્ભે ચર્ચા-વિચારણા કરાશે.
●●● બીજા દિવસે ઉર્જા ક્ષેત્રે ગુજરાતના રોલ મોડેલ વિશે અન્ય રાજ્યો ને માહિતગાર કરાશે…
તેમણે ઉમેર્યું કે, કોન્ફરન્સના બીજા દિવસે ગુજરાત છેલ્લા ૧૦ વર્ષથી ઊર્જાના તમામ ક્ષેત્રોમાં દેશમાં નંબર-૧ બન્યું છે તે સંદર્ભે વિવિધ રાજ્યોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી વિગતો પુરી પાડવામાં આવશે સાથે સાથે ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાના માધ્યમ દ્વારા તમામ ગામડાઓમાં ૨૪ કલાક વીજળી પુરી પાડી દેશનું રોલ મોડલ બન્યું છે તેજ રીતે વિવિધ રાજ્યોમાં ૨૪ કલાક ગુણવત્તાયુક્ત વીજળી અવિરતપણે કેવી રીતે પહોંચાડી શકાય તે સંદર્ભે પણ તજજ્ઞો સહિત પદાધિકારીઓ દ્વારા વિચાર વિમર્શ કરાશે ઉપરાંત આજ દિવસે ટ્રાન્સમિશન, થર્મલ, એનર્જી કન્ઝરર્વેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી સહિતના વિષયોનો ઊર્જા ક્ષેત્રે કઈ રીતે ઉપયોગ થઈ શકે તે અંગે પણ ચર્ચા-વિચારણા કરાશે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં મેઘરાજાનો વિરામ : દેડીયાપાડા તાલુકો-૨૫૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે…!

ProudOfGujarat

ગુજરાતના ગરબા નૃત્યને યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ યાદીમાં નામાંકિત કરાયું.

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગ નાગરવાડા વિસ્તારમાંથી આંક ફરકના આંકડાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!