Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઇફકો ની ચૂંટણીમાં પક્ષ વિરોધી રાદડિયા નો વિજય થતા સહકારી ક્ષેત્રમાં રાજકારણ ઘુસાડતા સી આર પાટીલ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસી નેતા સંદીપ માંગરોલા

Share

ભારતની સૌથી મોટી સહકારી ક્ષેત્રની સંસ્થા ઇફકોની ચૂંટણી ગઈકાલથી વધુ ચર્ચામાં આવી છે, ગુજરાત સામે સૌરાષ્ટ્ર નું કાર્ડ ચાલી જતા તેમજ ભાજપના બળવાખોર જયેશ રાદડિયા જીતી જતા આ વિવાદ વધુ વકર્યો છે આ મામલે કોંગ્રેસ પ્રદેશના નેતા સંદીપ માંગરોલાએ એક નિવેદન આપતા જણાવ્યું છે કે ભાજપ ચાવવાના અને બતાવવાના દાંત જુદા રાખે છે સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી સહકારી ક્ષેત્રને પાયમાલ અને નબળું બનાવતા આ મેન્ડેડ પ્રથા અને સીઆર પાટીલ પર આકરા પ્રહારો કર્યા હતા.

ઇફકો ની ચૂંટણી ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા કહેવાય છે , આ ચૂંટણીઓમાં ભાજપ દ્વારા મેન્ડેડ પ્રક્રિયા શરૂ કરતાં અણઆવડત વાળા લોકો સહકારી ક્ષેત્રમાં પ્રવેશે છે, જેના લીધે સંસ્થાઓ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાય છે સંસ્થાઓ બંધ થાય છે ઇફકો માં ગુજરાતના ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયા જીત્યા છે ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ સી આર પાટીલ જયેશ રાદડિયા પર આગામી દિવસોમાં કેવા પગલાં લેશે ? તે સહિતની બાબતો વિશે આકરા પ્રહારો સંદીપભાઈ માંગરોલાએ કર્યા હતા, ઉપરાંત ભરૂચ જિલ્લાની વાત કરતા જણાવ્યું હતું કે જ્યારથી સહકારી ક્ષેત્રોમાં નાના કાર્યકરોને દબાવી મેન્ડેડ પ્રથા અમલમાં લાવી છે ત્યારથી ભરૂચની ગણેશ સુગર ફેક્ટરી હોય દૂધધારા ડેરી હોય કે ધારીખેડા કે પછી ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક હોય સમગ્ર જગ્યાએ ભાજપ પ્રેરિત વ્યક્તિઓ તેમજ ધારાસભ્ય સહિતના હોદ્દા ધરાવતા લોકોને પાછલા દરવાજેથી એન્ટ્રી આપવામાં આવે છે , તેમાં ગણેશ સુગર ફેક્ટરી ની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2015 પછી આજ દિન સુધી ગણેશ સુગર ફેક્ટરીમાં કોઈપણ પ્રકારની ચૂંટણી કરવામાં ન આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પાછલા દરવાજેથી કસ્ટોડિયન સહિતના મહત્વના હોદ્દા પર પાર્ટી પ્રેરિત લોકોને તથા અણઆવડત વાળા લોકોને બેસાડી દેવામાં આવતા ખેડૂતોનું અહિત થયું છે, સમગ્ર ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં રાજકારણ પ્રવેશતા સહકારી ક્ષેત્રને મૃત:પાય અવસ્થામાં જોવા મળેલ છે , સી આર પાટીલ ની તાનાશાહીના કારણે સહકારી ક્ષેત્રે થતા આર્થિક ઉત્થાનને બદલે સંસ્થાઓ બંધ થતી જાય છે સંસ્થાઓમાં અન આવડતવાળા લોકોને બેસાડી દેવામાં આવતા સંસ્થાઓમાં થતા આર્થિક નુકસાનીનો ગ્રાફ ઊંચો જતો જાય છે, સહકારી સંસ્થા સાથે જોડાયેલા લોકો ની દ્રષ્ટિકોણ પણ બદલાયા છે, રાજકીય ઈશારા થી સમગ્રપણે ચાલી રહેલ સહકારી ક્ષેત્રોમાં આજે લુણો લાગ્યો છે, ખેડૂતોનો સહકારી સંસ્થાઓ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે, જેનું મુખ્ય કારણ સહકારી સંસ્થાઓમાં પણ રાજકીય ઈશારા થી પાછલા દરવાજેથી અણઆવડત વાળા લોકોને બેસાડી દેવામાં આવે છે જેના કારણે સહકારી સંસ્થાઓમાં મૃતપાય સમાન થઈ રહી છે સુરત એપીએમસી માં મેન્ડેડ પ્રથા થી સહકારી શેત્ર ના લોકો નારાજ હોવાનું પણ કહેવાતું હતું આ પ્રકારની આપણી સામે અનેક સહકારી સંસ્થાઓ છે જે ગણી શકાય તેમ નથી, સી આર પાટીલ , અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીને ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા નો વિજય વિશે પ્રશ્ન પૂછતા કહ્યું હતું કે આગામી સમયમાં તેઓ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે વિશે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ ખેડૂતો મીટ માંડીને બેઠા છે.

Advertisement

Share

Related posts

જામનગરમાં ઈ- શ્રમ રજીસ્ટ્રેશનના લક્ષ્યાંકને પહોંચી વળવા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચનાં સ્થાનિક દર્દીઓને વેન્ટીલેટર અને ઑક્સીજન બેડ મળી રહે તે માટે સંદીપ માંગરોલાની આરોગ્ય વિભાગને રજૂઆત.

ProudOfGujarat

સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પોલીસે કોંગ્રેસી 40 કાર્યકરોની અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!