Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ઈ- શ્રમ રજીસ્ટ્રેશનના લક્ષ્યાંકને પહોંચી વળવા બેઠક યોજાઈ.

Share

ગુજરાત સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે 100 દિવસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જેમાં જામનગર જિલ્લાને ઈ – શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે 91962 નો લક્ષ્યાંક આપેલ છે, સરકાર દ્વારા જે અન્વયે જામનગર શહેરમા આ કામગીરી અસરકારક અને સમયસર પૂર્ણ કરી શકાય તે માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી સાહેબની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે એક ખાસ બેઠક મળી હતી જેમાં મનપાના કમિશનરે આગામી 100 દિવસના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.

જામનગરમાં ઈ-શ્રમ રજીસ્ટ્રેશન માટે યોજાયેલી આ બેઠકમાં લેબર ઓફિસર ડી. ડી. રામી, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક ગઢવી સાહેબ, કોમન સર્વિસ સેન્ટરના જિલ્લા મેનેજર નિકુંજભાઈ અને જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા અસંગઠિત કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે ઈ- શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે તાત્કાલિક ધોરણે જામનગર મહાનગર પાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે તથા ટાઉનહોલમા આધાર કાર્ડ સેન્ટરની સાથે ઈ-શ્રમ રજીસ્ટ્રેશન પણ શરૂ કરવા માટે યૂસીડીના ઈ.ચા.પોજેકટ ઓફિસરને માન.કમિશનર એ આદેશ કરેલ છે, જે અન્વયે સિવીલ શાખા અને CSC ના સહયોગથી તા-2/2/23 થી ઈ-શ્રમ રજીસ્ટ્રેશન ડેસ્ક શરૂ કરવામાં આવશે અને આગામી સમયમાં સિવિક સેન્ટરસ પર પણ ઈ-શ્રમ રજીસ્ટ્રેશન શરૂ કરવાનુ આયોજન હોય આથી સમગ્ર શહેરમાં ઈ- શ્રમ કાર્ડ ઘર ઘર સુધી શ્રમિકોને પહોઁચી શકે તે રીતે એક્શન પ્લાન બનાવવા અંગેની વિસ્તૃત ચર્ચા આ ખાસ બેઠકમાં કરવામાં આવી હતી.

આ યોજનામા ઉંમર વર્ષ 16 થી 60 વર્ષ સુધીની હોય અને જે લોકો આવકવેરા પાત્ર આવક ના ધરાવતા હોય તેમજ જેમને પી.એફ. નો લાભ મળવા પાત્ર ના હોય તેવા તમામ શહેરના બાંધકામ શ્રમિકો, ખેતમજૂરો, હંગામી ધોરણે ફરજ પરના સફાઈ કર્મચારીઓ, શહેરી શેરી ફેરીયાઓ, ઘરકામ કરતા બહેનો, સ્વસહાય જૂથના બહેનો ઈ- શ્રમ કાર્ડની નોંધણી કરાવી શકે છે, જેમાં શ્રમિકોએ આધાર કાર્ડ મોબાઈલ નંબર બેન્ક પાસબુક સહિતના ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે.

Advertisement

આ ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનથી કાર્ડ ધારકના આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. 2 લાખની સહાય અને આંશિક અપંગતાના કિસ્સામા રૂ.1 લાખ સુધીની સહાય મળી શકે છે તેમ આ મીટિંગમા ઉપસ્થિત શ્રમ અને રોજગાર વિભાગના ઓફિસર ડી.ડી.રામી એ જણાવેલ હોય આ ઈ-શ્રમ યોજનાનો વઘુમા વધુ લોકો લાભ લે તેવો અનુરોધ કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા કરવામા આવ્યો છે.


Share

Related posts

ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એકનું મોત એકને ઇજા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે નિસાચરોએ પોતાનો હાથ ફેરો આજમાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!