Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એકનું મોત એકને ઇજા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગતરોજ બે અલગ અલગ અકસ્માતની ઘટનાઓ બનવા પામી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જામનગર ખાતે રહેતા અખ્તરરઝા સૈફુલ્લા કુરેશી તેની બહેન ગુલનાજની માનતા માટે તેની માતા શહેનાઝબેન સાથે ઝઘડીયા નજીક આવેલ બાવાગોર દરગાહ ખાતે આવ્યા હતા. ગતરોજ અખ્તરરઝા તથા તેની માતા શહેનાઝબેન તેમના ઓળખીતા હિતેશભાઈ માછીની બાઈક લઇને રાજપારડી ખાતે શાકભાજી તેમજ ઘર વપરાશની વસ્તુઓ લેવા ગયા હતા. ખરીદી કરીને માતા તેમજ પુત્ર બાવાગોર આવવા નીકળ્યા હતા ત્યારે ખડોલી ગામ નજીકથી પસાર થતી વખતે બાઈક પર પાછળ બેઠેલ શહેનાઝબેન બાઈક પરથી ઊછળીને નીચે ફંગોળાઇ ગયા હતા, જેમાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચ લઇ જવાતા હતા ત્યારે રસ્તામાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે શહેનાઝબેનના પુત્ર અખ્તર રઝા સૈફુલ્લા કુરેશીએ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. રાજપારડી પોલીસે બાઈક ચાલક અખ્તરરઝા સૈફુલ્લા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતની બીજી એક ઘટનામાં તાલુકાના ઝરપણીયા ગામે રહેતા અજય જેરામભાઈ વસાવા ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં ઈલેક્ટ્રીશીયન તરીકે ફરજ બજાવે છે. ગતરોજ તેઓ રાત્રિના ઘેર આવવા નીકળ્યા હતા ત્યારે રણદેરી પાટીયા પાસેથી પસાર થતી વખતે એક કાર સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં અજયને ઇજાઓ પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને અંકલેશ્વર લઇ જવાતા ત્યાં તબીબોએ તેમને ડાબા પગે ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું. અકસ્માતની ઘટના અંગે અજયના પત્ની મનીષાબેન અજયભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અમદાવાદ જિલ્લામાં લાઇફ લાઇન ઇ.સી.જી પ્રોજેકટ અતર્ગત જિલ્લાના ચાલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દશ હજાર ઇ.સી.જી કરાયા

ProudOfGujarat

અંકલેશ્વર : પોલીસે સુરતી ભાગોળ સ્થિત ભાથીજી દાદાના મંદિર પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

સુરતમાં નરાધમ પિતાએ સગી પુત્રી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યા બાદ હત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!