ભરૂચ BSNL નાં કર્મચારીઓ દ્વારા આજરોજ તા.1-10-2020 નાં દિવસે ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જોડાયેલ કર્મચારીઓએ જણાવ્યુ હતું કે અમારા ધરણાં કાર્યક્રમનો મુખ્ય હેતુ BSNL મોબાઇલને 4G નેટવર્કની સુવિધા મળે જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ થાય, ગ્રાહક વધુ BSNL નું નેટવર્ક વાપરે તો BSNL ની આર્થિક તંગી દૂર થાય. આ ઉપરાંત પગાર નિયમિત મળે તે અંગે માંગ કરી હતી. BSNL કંપનીની આર્થિક પરિસ્થિતી દિવસેને દિવસે તંગ બનતી જાય છે. તેવી પરિસ્થિતીમાં કંપનીને આર્થિક રીતે સદ્ધર બનાવવા કંપનીનાં કર્મચારીઓએ ધરણાં કાર્યક્રમ યોજાયો હતો અને સાથે કર્મચારીઓએ કંપનીની આર્થિક પરિસ્થિતી સુધારવા માટે 4G નેટવર્ક સુવિધાની માંગણી કરી જે નોંધપાત્ર બાબત છે.
Advertisement