Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે મહિલાને ઠગ દ્વારા સોનાનાં દાગીનાની છેતરપિંડી કરી નાસી જતા ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે.

Share

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે 500 ક્વાર્ટર વિસ્તારમાં રહેતી વર્ષાબેન ધીરજભાઈ અંબાલાલ ગાંધી સવારના સમયે જૈન મંદિરના દર્શન માટે આવ્યા હતા તે દરમિયાન દર્શન કરી પરત ઘરે જતી વેળાએ જનઔષધિ મેડિકલ સ્ટોર પાસે બહાર ઓટલા પર ઉભેલા હતા તે દરમિયાન બે જેટલા અજાણ્યા ઈસમોએ તેમને નજીક બોલાવી કહેલું કે સોના ચાંદીના દાગીના ઉતારી થેલીમાં મૂકી દો તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ચોરીનું પ્રમાણ વધી ગયું છે તેથી તેમણે લાગતા તેઓએ સોના-ચાંદીના થેલીમાં મૂકી દીધા હતા. દરમ્યાન વર્ષાબેનની નજર ચૂકવી થેલીની અદલાબદલી કરી સોના-ચાંદીના દાગીના લઇને નાસી છૂટયા હતા.

આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસ મથકે થતાં જ જીઆઇડીસી પોલીસે બે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ 420 120b મુજબનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા માં પવન ફૂંકાયા,ગાજ વીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો, અનેક સ્થળે વૃક્ષ ધરાસાઈ તો કેટલાક હોડિંગ્સ અને કાંચ તૂટી પડતા દોડધામ

ProudOfGujarat

રાજપારડી ખાતે ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

સાબરકાંઠા : ઈડર તાલુકાનાં ગણેશ મંદિરે આજે બોળચોથ હોવાથી ભક્તોની ભીડ જામી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!