Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પોલીસ કર્મચારીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી.

Share

ભરૂચ જીલ્લામાં કેટલાક પોલીસ કર્મચારીઓ માનસિક તણાવ ભરેલ જીવન જીવી રહ્યા છે. એવામાં ભરૂચ જીલ્લાનાં વાલિયા પોલીસ મથક ખાતે અને હાલ રજા પર ગયેલ પોલીસ કર્મચારીએ પોતાના વતન એવ કુકરમુડા ગામ ખાતે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ ઉચ્ચલ પોલીસ મથકે નોંધાયેલ હોવાના પગલે વધુ માહિતી મળી શકી નથી પરંતુ ભરૂચ જિલ્લા પોલીસતંત્રનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર એલ.આર.પી.સી. તરીકે પોલીસતંત્રમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ દીપકભાઈ પાડવી ઉં.23 પરિણીત હતા અને તેમને સંતાનમાં કોઈ ન હતું. તાજેતરમાં વાલિયા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પ્રવીણભાઈ પાડવી પાંચ દિવસની હક રજા લઈ પોતાના વતન કુકરમુડા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. કુકરમુડા ખાતે પ્રવીણભાઈ પાડવીએ આત્મહત્યા કેમ અને કેવી રીતે કરી તે અંગેની વિગતો જાણવા મળી નથી પરંતુ પોલીસતંત્રમાં માનસિક તણાવ ભરેલ પરિસ્થિતીનાં પગલે કર્મચારીઓ આત્મહત્યા જેવુ અંતિમ પગલું ભરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

દેશના ઐતિહાસિક સ્થળ ટુવા ખાતે ગોધરાના ધારાસભ્યનાં હસ્તે વિકાસના કામોનું કરાયું ખાત મૂહુર્ત.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા ના ગામ ખાતે એક પરણિત યુવતી સાથે ગામનાજ યુવાને માર મારી છેડતી કરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે……..

ProudOfGujarat

અનુષ્કા તથા વિરાટ કોહલીને ફરીથી લગ્ન કરવા પડશે ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!