Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી મોડલ સ્કૂલ ખાતેથી મતદાન મથક ઉપર EVM મશીન રવાના કરવામાં આવ્યા.

Share

આવતીકાલે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી સંબંધી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 61 લીંબડી વિધાનસભા સીટ માટે 421 મતદાન મથક ઉપર આવતીકાલે મતદાન થવાનું છે. ત્યારે તંત્ર દ્વારા આજરોજ લીંબડી મોડલ સ્કૂલ ખાતેથી મતદાન મથક ઉપર EVM મશીન, તેમજ ફરજમાં રોકાયેલ કર્મચારીઓને આજે મતદાન મથક ઉપર જવા માટે રવાના કરવામાં આવી રહ્યા છે.

આ સીટ ઉપર મતદાર સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ફરજમાં રોકયેલ કર્મચારીની પણ આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓ માટે માસ્ક, સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ કડક બંદોબસ્ત વચ્ચે આવતીકાલે યોજાનાર ચૂંટણીની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જય ભારત રીક્ષા એસોસિએશન દ્વારા ગોલ્ડન બ્રિજ ઉપર થી રીક્ષાઓ ચાલુ રાખવા બાબતે જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવ્યું હતું…………

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાના કંસાલી ગામે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજના દાસલવાડા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એસટી બસ ઘૂસી જતાં ૨૦ ને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!