Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજમાં આઇસર પાછળ ઇનોવા કાર ધુસી જતાં અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ જીલ્લાનાં ઔદ્યોગિક વિસ્તાર એવાં દહેજ સેજમાં ઘણા વાહનો ઊભા રહેતાં હોય છે આવા ઉભેલા વાહનો કોઈકવાર અકસ્માતનાં કારણો બને છે જેમ કે તાજેતરમાં દહેજ સેજ 1 માં ઉભેલ આઇસર પાછળ ઇનોવા કાર ધુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ઇનોવા કાર ધડાકાભેર આઇસર ટેમ્પમાં ધુસી જતાં અફરાતફરીનું વાતાવરણ ફેલાયું હતું. જોકે આ બનાવમાં એક વ્યક્તિને ઇજા પહોંચી અને અન્ય વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો જેના પગલે લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. દહેજ પંથકમાં આવો બનાવ અવારનવાર બની રહ્યા છે જોકે દહેજ પોલીસ આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં અરજદારો અટવાયા, યોગા દિવસ અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કર્મચારીઓ વ્યસ્ત રહ્યા

ProudOfGujarat

વાંકલ : માંગરોળના શાહ ગામેથી વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની પોકસો અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!