Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

Share

ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વધુ એકવાર ટ્રાફીકજામની સમસ્યા સર્જાતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. મળતી માહિતી મુજબ સરદાર બ્રિજ પર રસ્તા રિપેરિંગ કાર્યને લઈને વાહનોની ગતિ ધીમી પડતાં ટ્રાફીકજામની સમસ્યા વધુ વકરી રહી છે. આ અગાઉ પણ અનેકવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફીકજામની સમસ્યા સર્જાવાનાં બનાવો બન્યા હતા પરંતુ તંત્ર દ્વારા કાયમી ધોરણે આ સમસ્યા અંગે કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નથી હાલમાં પણ મુલદ ટોકનાકાથી નર્મદા ચોકડી સુધીનાં માર્ગ પર ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ છે જેના પગલે વડોદરાથી સુરત જતાં અનેક વાહનો ટ્રાફીકજામમાં ફસાયા છે કલાકો સુધી ટ્રાફીકમાં રહેવાના પગલે વાહનચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં ધરતીપુત્રો ખરીદી કરી રહ્યા છે બિયારણ:પોતાના ખેતરોમાં બિયારણ વાવણી નું કામ પુરજોશમાં શરુ…

ProudOfGujarat

આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓએ શપથ લીધા.

ProudOfGujarat

શક્તિનાથ રેલવે ગાળનારાની ગડર તોડી ટ્રકચાલક ફરાર  : જાહેરનામું હોવા છતાં ભારે વાહન અંડરપાસમાં કેવી રીતે ઘૂસ્યું લોકચર્ચા  : ટ્રકચાલક જવાબદાર કે નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ તંત્ર પ્રશ્નો સર્જાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!