Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાથી ડભોઇ જતા પોઇચા પુલ પાસે વાહન ચાલકો પાસે પૈસા ઉઘરાવાતા હોવાની બૂમ..!!

Share

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા વાહન ચાલકો માટે કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ વાહન ચેકીંગ કરી જાહેરનામા ભંગ બદલ કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવે છે તે યોગ્ય છે પરંતુ રાજપીપળાથી ડભોઇ જતા પોઇચા પુલ પાસે પોલીસના સ્વાંગમાં ખાખી વર્ધિમાં ઉભેલ લોકો કેટલાક વાહન ચાલકો પાસે પૈસા ઉઘરાવતા હોવાની બૂમ ઉઠી છે.

એક વાહન ચાલકના જણાવ્યા મુજબ તેમની ગાડી રોકી સોસીયલ ડિસ્ટન્સ ભંગના નામે ગાડી ઉભી રાખી 200 રૂપિયા કોઈ પણ પહોંચ આપ્યા વિના લીધા હોવાની વાત વાહન ચાલકે કરી હતી. ઉપરાંત ત્યાં ખાખી વર્ધિમાં ઉભેલા વ્યક્તિએ નેમ પ્લેટ પણ લગાવેલી ન હતી ત્યારે જિલ્લા પોલીસ વડા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એ લોક હિત માટે જરૂરી બન્યું છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

યુવાન ઈલેક્ટ્રીક થાંભલા પર ચડી જતા વિજકરંટ લાગતા ઘટના સ્થળે મોત…

ProudOfGujarat

સુરતના ઉધનામાં કાપડના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લગતા ફાયર વિભાગ દોડતું થયું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં પાલેજ ગામે કોરોના મહામારી અંતર્ગત પાલેજ ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!