Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં નવી દીવી ખાતે કાછીયા પટેલ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી…

Share

અંકલેશ્વરના નવી દીવી ખાતે કાછીયા પટેલ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં અંકલેશ્વર A અને મંગલેશ્વરની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં અંકલેશ્વર A ટિમનો વિજય થયો હતો, વિજેતા ટીમને જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલાના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી, જે પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના વિરોધપક્ષના ઉપનેતા શરીફ કાનુગા અને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. અગમ્ય કારણોસર શરીફ કાનુગા હાજર ના રહી શક્યા હતા જે બદલ એમણે માફી માંગી હતી તેમજ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમજ વસીમ ફડવાલા અને પ્રતીક કાયસ્થએ પટેલ યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા ટુર્નામેન્ટના ઈનામ વિતરણ સમારંભમાં અતિથિ તરીકે આમંત્રિત કર્યા એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો જે પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, અંકલેશ્વર લોકસરકાર ઇન્ચાર્જ પ્રતીક કાયસ્થ, સાકીર મલેક, ઇમરાન મિર્ઝા, તેમજ આયોજક તરીકે જય પટેલ, ઉત્સવ પટેલ, હિરેન પટેલ, પ્રણવ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ પાસે હાઈવે પર રાત્રે  કન્ટેનરમાં આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

ભરૂચ-માલગાડી ટ્રેન સામે પડતું મૂકી એક અજાણ્યા ૪૫ વર્ષીય ઇસમનો આપઘાત…

ProudOfGujarat

સુરતમાં સોમવારથી શાળાઓ રાબેતા મુજબ : સ્કૂલો શરૂ થતાં સંચાલકો અને વિદ્યાર્થી-વાલીઓને હાશકારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!