Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગેલેરી હિસ્સા 26 અને 27 ડિસેમ્બર,2020 ના રોજ સુરતમાં તેનો પહેલો ક્યુરેટેડ શો “એન્ડ્યુરિંગ માઈન્ડ્સ” હોસ્ટ કરશે

Share

વેસ્ટર્ન ઈન્ડિયામાં એક ખૂબ જ ગુંજારિત કલ્ચલર હબ તરીકે જાણીતું, સુરત પરંપરાગત રીતે આર્ટસ અને કલ્ચરમાં શ્રેષ્ઠ સર્જનાત્મક માનસવાળી એક ભૂમિ છે. ગેલેરી હિસ્સાએ આજે પોતાનો પ્રથમ ક્યુરેટ કરેલો શો “‘એન્ડ્યુરિંગ માઈન્ડ્સ” જાહેર કર્યો છે જે સર્જનાત્મક કલાકારોને તેમના સર્જનાત્મક કાર્યોનું પ્રદર્શન કરવા માટેનું એક મંચ પૂરું પાડે છે, કારણ કે આ શો સર્જનાત્મક વ્યવહારના એરે સાથે લાંબા ગાળા એન્ગેજમેન્ટ માટે બીજ વાવવાનો પ્રયાસ કરે છે.

26 અને 27 ડિસેમ્બર, 2020ના રોજ નિર્ધારિત, “એન્ડ્યુરિંગ માઈન્ડ્સ” દર્શકોને કલાકારોની સંવેદનશીલતાને રજૂ કરનારા વિવિધ ડ્રોઈંગ્સ, પેઈન્ટિંગ્સ, સ્કલ્પચર્સ, વિડીયો વર્ક માટે આમંત્રણ આપે છે. આ કાર્યક્રમ આર્ટ્સ ઈન્ડસ્ટ્રીને સમર્થન આપવાની પણ પહેલ છે, જેને કોરોના વાયરસ મહામારી દ્વારા મોટા પ્રમાણમાં અસર થઈ છે.

શો વિશે બોલતાં. ખૂશ્બુ અગ્રવાલ શાહ, ફાઉન્ડર, હિસ્સા આર્ટ એ જણાવ્યું હતું કે, “અમે અમારા પ્રથમ ક્યુરેટ કરેલા શો “એન્ડ્યુરિંગ માઈન્ડ્સ”ની ઘોષણા કરીને ઉત્સાહિત છીએ કે જે શહેરના ક્રિએટિવ માઈન્ડ્સ માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે. સલામતીની તમામ સાવચેતીઓને ધ્યાનમાં રાખીને અને ગવર્મેન્ટના રેગ્યુલેશન્સનું પાલન કરીને, અમે કલાના પ્રેમીઓ અને કલા ઉત્સાહીઓને શહેરના શ્રેષ્ઠ કલાત્મક કાર્યોનો અનુભવ કરવા આમંત્રિત કરવા માંગીએ છીએ. આર્ટ્સ ઈન્ડસ્ટ્રી માટે પાછલું વર્ષ મુશ્કેલ સમય રહ્યું હોવાથી, અમે હિસ્સા ખાતે કલાત્મક સમુદાયના હિતો માટે કટિબદ્ધ છીએ અને સર્જનાત્મક વારસાને આગળ વધારવામાં દરેકને સપોર્ટ આપવા વિનંતી કરીએ છીએ.”

આર્ટિસ્ટ્સ પોતાને અભિવ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની દ્રષ્ટિની સ્થાપના સાથે,”હિસ્સા”, જેનો શાબ્દિક અર્થ “પાર્ટ” એ એક આર્ટ્સ ઈનિશિએટિવ છે, જે આર્ટ, ક્રાફટ અને ડિઝાઈનના ઈન્ડિવિજ્યુઅલ ક્રિએટીવ વોઈસિસ અને ક્રિએટિવ માઈન્ડ્સની જર્નીને પ્રોત્સાહિત કરવાની માન્યતા પર આધારિત છે. તેના ઈનિશિએટિવ અમ્બ્રેલા હેઠળ “ગેલેરી હિસ્સા” હોસ્ટ કરે છે – ક્યુરેટ શો, “ટોક હિસ્સા” – સક્ષમ વક્તાઓ માટેનું મંચ, “મેન્ટોર હિસ્સા” – રો છત્તાં ક્રિએટિવ કમિટેડ માઈન્ડ્સને પોષવાનું ઈનિશિએટિવ, “મીટ હિસ્સા”- આર્ટિસ્ટ્સ માટે ગેધરિંગ સ્પેસ. “કો- આર્ટ હિસ્સા” – એક આર્ટિસ્ટિક કોલેબોરેટિવ સ્પેસ અને તેનું અપકમિંગ “કેફે હિસ્સા” – કેટલાક ફૂડ અને કોફી સાથેના બેસ્ટ આર્ટિસ્ટિક એક્સપિરિયન્સ માટેનું પ્લેસ.

Advertisement

“એન્ડ્યુરિંગ માઈન્ડ્સ” 26 અને 27 ડિસેમ્બર, 2020ના રોજ નૂપુર નૃતીયા એકેડમી, 11 / પ્રકાશ સોસાયટી, એઠવાલાઈન્સ, સુરત ખાતે સવારે 11 થી સાંજના 8 વાગ્યા સુધી જોવા માટે ઓપન રહેશે.


Share

Related posts

ભરૂચના નરનારાયણ બંગલોઝ માથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર

ProudOfGujarat

ચૂંટણી પહેલા અલગ અને પછી અલગ : પહેલા પૈસા મા ભાવ ઘટાડ્યા અને હવે રૂપિયામા ભાવ વધાર્યા : ડીઝલમાં રૂ.૧.૭૫, પેટ્રોલમાં રૂ.૧.૪૩નો થયો વધારો

ProudOfGujarat

ઝઘડીયા જીઆઈડીસીની વિલિયન ઓર્ગેનાઈઝ કંપનીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ પર ફુલવાડી ગામનાં બે ઈસમોએ કુહાડીની મુંદર મારી ઇજા પહોંચાડતા બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!