ટ્રાફિકના નિયમો અનુસાર જોખમી સવારી પર પ્રતિબંધ હોવો જોઈએ. ટેમ્પો, બસ, ઓટોરીક્ષા વગેરેમાં ટ્રાફિક શાખાના નિયમો અનુસાર વાહનચાલક પેસેન્જરને બેસાડી શકે છે. હાલમાં જ ભરૂચના ઝઘડિયા પંથકમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી એક બોલેરોમાં લટકીને મુસાફરી કરતા લોકો નજરે આવ્યા છે.
ઝઘડિયા પંથકમાં જાણે ટ્રાફિકના નિયમો લાગુ જ ન પડતા હોય તેવું લાગે છે. એક બોલેરો ચાલકની બોલેરોમાં લટકીને મુસાફરો મુસાફરી કરતા નજરમાં આવ્યા છે. ઝઘડિયાના આ રસ્તા પર ઠેર ઠેર ખાડા છે. સમગ્ર રીતે ઝઘડિયાનો આ માર્ગ કાચો છે. તેમ છતાં બોલેરોમાં લોકો લટકીને મુસાફરો કરતા નજરમાં આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.
કાચો રસ્તો ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય તેમ છતાં જોખમી સવારી કરતા લોકોનો વિડીયો વાયરલ થતા આરટીઓ અધિકારીઓ હરકતમાં આવ્યા છે. ઓવરલોડ વાહનો ચલાવતા વાહનચાલકો શું આરટીઓ અધિકારીઓની નજરમાં નથી આવતા ? કે તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રકારના વાહનચાલકો પોતાનો વ્યવસાય કરતા હશે ? આવા અનેક પ્રશ્નો હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
અવારનવાર આ વિસ્તારમાં ઓવરલોડ વાહનોના દ્રશ્યો સામે આવતા રહે છે તો આરટીઓના ચેકિંગમાં શું થાય છે ? તેવા પ્રશ્નો પણ અહીંનાં રહેવાસીઓના મુખે ચર્ચાઈ રહ્યા છે ???